મૉડલનું સ્કર્ટ ખેંચીને બે લુખ્ખાએ પૂછ્યુઃ દિખાઓ ઈસ કે નીચે ક્યા હૈ? રોડ પર બની શરમજનક ઘટના
મૉડલે પોતાના ટ્વીટમાં લખ્યું કે હું શું પહેરું તે મારી પસંદગી છે. કોઇને મારા પહેરવેશને લઇને શું પરેશાની હોવી જોઇએ, તેમને આવો કોઇ અધિકાર નથી. ઘટના બાદ મદદ કરવા આવેલા એક અંકલે મને કહ્યું કે સ્કર્ટ પહેરવાથી તારી સાથે આવું થયું છે.
ઘટના બાદ મારા મિત્રો મને બાજુની એક કેફેમાં લઇ ગયા અને મારી પાસેથી ઘટના વિશે જાણવાની કોશિશ કરી. હું કમજોર નથી, પણ તે 30 મિનીટમાં હું તે ઘટના સામે લડવા તૈયાર ન હતી. હું આઘાતમાં સરી પડી હતી. ઘણીબધી છોકરીઓ સાથે આવી ઘટનાઓ બને છે પણ ના કહેવાથી લુખ્ખાઓનો હોંસલો વધી જાય છે.
મૉડલે બીજા એક ટ્વીટમાં લખ્યું કે, આ બધુ ઇન્દોરના એક ભીડભાડ વાળા રોડ પર થયું પણ તેને કોઇએ બચાવી નહીં, બધા ભાગી ગયા અને હું તેમની ગાડીનો નંબર પણ ન હોતી દેખી શકી. મે ગઇ રાત્રે ખુબજ સહન કર્યું. તે લોકો મારી સાથે ખરાબ વર્તન કરીને ભાગી ગયા હતા.
માહિતી અનુસાર, મૉડલે રવિવાર રાત્રે ટ્વીટ કરીને જણાવ્યું કે ઇન્દોરના એક મુખ્યમાર્ક પર બે લુખ્ખાઓ દ્વારા મારી સાથે ખુબજ ખરાબ હરકતો કરી મારો સ્કર્ટ ખેંચવાની કોશિશ કરાઇ હતી. તેમની સાથે ઝપાઝપી દરમિયાન હું નીચે પડી ગઇ હતી.
ભોપાલઃ મધ્યપ્રદેશમાં શરમજનક ઘટના સામે આવી છે, જેમાં બે લુખ્ખાઓ દ્વારા ચાલતી ગાડીમાં એક મૉડલ સાથે છેડતી અને અશ્લીલ કૉમેન્ટ કરવામાં આવી, મૉડલે આ ઘટનાનો ઉલ્લેખ પોતાના ટ્વીટર પર કર્યો હતો. જોકે બાદમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહે આરોપી સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
હું એક્ટિવા પર જઇ રહી હતી તે દરમિયાન બે લુખ્ખાઓએ મારુ સ્કર્ટ ખેંચીને કહ્યું કે, બતાવો નીચે શું છે? મે તેમને રોકવાની કોશિશ કરી અને મારો ગાડી પરથી કન્ટ્રૉલ ગુમી ગયો અને હું પડી ગઇ હતી.