ફરવાના શોખીનો માટે સારા સમાચાર, આ દેશમાં જવા હવે ભારતીયોએ પહેલાંથી નહીં લેવા પડે વિઝા

પ્રધાનમંત્રી મોદી આગામી મહિને યુએઈનો પ્રવાસ કરી શકે છે. માનવામાં આવે છે કે તેઓ ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા વર્લ્ડ ગવર્મેન્ટ સમિટને સંબોધિત કરશે. આ સમિટમાં ૧૪૦ દેશોના ૪૦૦૦ પ્રતિનિધિ ભાગ લેશે. ૨૦૧૫ બાદ મોદી બીજી વખત યુએઈનો પ્રવાસ કરશે.
ઉલ્લેખનિય છે કે ભારતથી ગત વર્ષે ૧૬ લાખ લોકો યુએઈ ગયા છે. એટલું જ નહીં માત્ર દુબઈ જતા ભારતીયોની સંખ્યા ગત વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે ૧૦ લાખના આંકડાને પાર કરી ગઈ હતી, જે એક વર્ષ પહેલાના આંકડા કરતા ૨૦ ટકા વધારે છે. ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સ માટે વીઝા પ્રોસેસ હળવી કરવા પાછળનું એક કારણ આ પણ માનવામાં આવે છે.
એમ્બેસીએ એક નવી મોબાઈલ એપ લોન્ચ કરી છે, જે યુએઈમાં જતા નાગરિકોને મદદરૂપ થશે. તેમની જરૂરીયાતો અને સવાલો માટે આ એપમાં અનેક સૂચનાઓ અને ફીચર્સ છે. પ્રવાસ સુરક્ષિત અને મુશ્કેલી રહિત રહે તે માટેના નિર્દેશો આપવામાં આવ્યા છે.
દિલ્હી સ્થિત યૂએઈની એમ્બેસીએ કહ્યું કે, અમે ભારતીય નાગરિકો માટે વીઝા સંબંધિત નિયંત્રણોમાં વધારે છૂટછાટ આપવા પર વિચાર કરી રહ્યા છીએ, જે અંતર્ગત વીઝા ઓન અરાઈવલની સુવિધા આપવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ સંયુક્ત અરબ અમીરાત ભારતના નાગરિકો માટે વીઝા ઓન અરાઈવલની સુવિધા આપવા પર વિચાર કરી રહ્યું છે. હાલમાં એવા ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સને યૂએઈમાં આ સુવિધા મળે છે જે અમેરિકા વીઝા અથવા ગ્રીન કાર્ડ રાખે છે અથવા જેની પાસે યૂકે કે યૂરોપિયન યૂનિયનનું રેસિડન્ટ વીઝા છે.