Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકારે અત્યાર સુધી માત્ર સારા સપનાજ બતાવ્યા: ઉદ્ધવ ઠાકરે
ઠાકરેએ નોટબંધી અને હિંદુત્વના એજંડાથી પાછળ ખસવાથી લઈને ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે ઈંધણની કિમંતોમાં સતત વધારાથી વધતી મોંઘવારી, બેરોજગારી, ગ્રામીણ ભારતની મુશ્કેલીઓ, યુવાઓની સમસ્યા, વંદે માતરમ ગાવા પર માપદંડ, જમ્મૂ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવાથી લઈને ભાજપાની વિવિધ નીતોઓ પર સવાલ ઉઠાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે શનિવારે દશેરાની રેલીમાં ઉપસ્થિત વિશાળ જનસંખ્યાને સંબોધન કરતા વિવિધ મુદ્દાને લઈને મોદી સરકારની સતત ટીપ્પણી કરી હતી. શિવસેના અધ્યક્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા ભાષણની વાત કરતા કેન્દ્ર સરકારને મ્યાનમાર વિસ્થાપિત રોહિંગ્યા મુસલમાનોને શરણ આપવા કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ભારતની સુરક્ષા પર આ એક મહત્વપૂર્ણ નિવેદન છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ જેવા મુસ્લિમ દેશ પણ રોહિગ્યા મુસલમાનોને સ્વીકારવાનું હવે ઈનકાર કરી રહ્યા છે.
ઠાકરેએ કહ્યું કે, હું બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને અપીલ કરું છું કે તે અમારી સુરક્ષા માટે ભારતમાં રહેતા લાખો બાંગ્લાદેશીઓને વાપસ લઈ લે, અમને તેની જરૂર નથી. શુક્રવારે થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા 23 લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા ઠાકરેએ બુલેટ ટ્રેન પર પોતાનો વિરોધ જતાવ્યો હતો અને રેલ નેટવર્કને સુધારવા આગ્રહ કર્યો હતો. તેમણે માંગ કરી કે સારા દિવસોના માત્ર સપના બતાવ્યા, પણ પોતાની નીતિઓથી દેશના નાગરિકોને દુખી કરવા સિવાય કોઈ માટે કાંઈજ કર્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -