આધારની સુરક્ષાને લઈને જાગી સરકાર, હવે 16 આંકડાની વર્ચ્યુઅલ IDથી થશે વેરિફિકેશન
વર્ચ્યુઅલ આઈડીથી ફોન કંપનીઓ કે બેન્કોને આધાર હોલ્ડરની સીમિત જાણકારીજ મળી શકશે. જેમાં નામ, સરનામું અને ફોટોગ્રાફ જે તે વ્યક્તિની ઓળખ માટે પૂરતું છે. આધાર નંબરની જાણકારી નહીં મળે. જે પણ એજન્સી નક્કી કરેલા સમય સુધી નવા વિકલ્પ માટે નવી સુવિધા વિકસિત નહીં કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: આધાર કાર્ડની સુરક્ષા પર સતત ઉઠી રહેલા સવાલો વચ્ચે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વર્ચ્યુઅલ આઈડીની નવી સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. હવે આધાર કાર્ડની માહિતી આપવાનું થાય ત્યારે 12 આંકડાના આધાર નંબરને બદલે 16 નંબરની વર્ચ્યુઅલ આઇડી આપવી પડશે. વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવાની આ સુવિધા 1 માર્ચથી શરૂ થશે. જ્યારે 1જૂનથી ફરજિયાત કરવામાં આવશે. કેવાઈસી માટે પણ આધારનો ઉપયોગ માર્યાદિત કરવામાં આવશે.
યુઆઇડીએઆઇની નવી વ્યવસ્થા મુજબ હવે વેરિફિકેશન માટે 12 આંકડાનો પોતાનો આધાર નંબર નહીં આપવો પડે. તેના બદલે વર્ચ્યુઅલ આઇડીથી કામ થઇ જશે. જેમાં કોઈ પણ વ્યક્તિ યુઆઈડીએઆઈની વેબસાઈટ પર જઈને પોતાના આધાર નંબરના બદલે વર્ચ્યુઅલ આઈડી બનાવી શકશે.
16 આંકડાની વર્ચ્યુઅલ આઈડી થોડા સમય માટેજ માન્ય રહેશે. નક્કી કરેલા સમય બાદ નવી આઈડી આપવી પડશે જરૂરિયાત અનુસાર, આધાર હોલ્ડર તેને અનેક વખત જનરેટ કરી શકે છે. નવી વર્ચ્યુઅલ આઇડી જનરેટ થવા પર જૂની આપમેળે કેન્સલ થઇ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -