આધાર સેવાઓ માટે પૈસા ઉઘરાવતી એજન્સીઓ પર ગાળીયો મજબૂત, UIDAIએ 50 ગેરકાયદેસર વેબસાઇટ કરી બંધ
તેમણે કહ્યું કે, યૂઆઈડીએઆઈ આ પ્રકારની કોઈપણ મંજૂરી વગર ચાલતી વેબસાઇટને નહીં છોડે. આ પ્રકારની વેબસાઈટ અને મોબાઈલ એપર પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો કંઇપણ ધ્યાનમાં આવે છે તો તરત જ કાર્રવાઈ કરવામાં આવશે. આવી સાઇટને બંધ કરવામાં આવશે અથવા તેની વિરૂદ્ધ કડક પગલા લેવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ આધાર સાથે જોડાયેલ સેવાઓ આપતી અને લોકો પાસેથી તગડી રકમ ઉઘરાવતી અનેક ગેરકાયદેસર એજન્સીઓ પર ગાળીયો મજબૂત કગરતાં ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI)એ આ પ્રકારની સેવાઓ આપતી 12 વેબસાઇટ અને ગૂગલ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ 12 મોબાઇલ એપ બંધ કરી દીધી છે.
પ્રાધિકરણએ આ પ્રકારની 26 વધુ ગેરકાયદેસર વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન્સ બંધ કરવા માટે એજન્સીઓને આદેશ આપ્યા છે. યૂઆઈડીએઆઈના સીઈઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે, કેટલીક વેબસાઈટો અને મોબાઈલ એપ એ કહીને નાગરિકો પાસેથી તેનો આધાર નંબર અને મૂળભુત જાણકારી મેળવી રહી છે કે, તેને આધાર કાર્ડ અને તેની સાથે જોડાયેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમે તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે.
હાલમાં આધાર સાથે જોડાયેલ કોઈપણ જાણકારી કોઈપણની સાથે આધાર કાયદા 2016 પ્રમાણે કરવામાં આવેલ પ્રક્રિયા અંતર્ગત જ શેર કરી શકાય છે. તેનું ઉલ્લંઘન કરવા પર કાયદાની કલમ 38 અને ચેપ્ટર 6 અનુસાર દંડને પાત્ર છે.
યૂઆઈડીએઆએ આ મોબાઈલ એપ અને વેબસાઇટના માલિકોને તેના દ્વારા કોઈને પણ આધાર સાથે જોડાયેલ સેવા આપવા માટે અધિકૃત કરવામાં આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -