✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સાવધાન! આધાર કાર્ડની જાણકારી એકત્ર કરતી આ 8 વેબસાઈટ છે નકલી, UIDAIએ નોંધાવી FIR

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Apr 2017 12:51 PM (IST)
1

પાંડેએ જણાવ્યું કે, UIDAI આવી સાઈટની વિરૂદ્ધ કડક કાર્રવાઈ કરવાનું ચાલુ રાખશે. તેમણે લોકોને કહ્યું કે, તે આધાર સંબંધિત કોઈપણ સેવા માટે UIDAIની સત્તાવાર વેબસાઈટ (https://uidai.gov.in/)નો ઉપયોગ કરે.

2

UIDAIના સીઈઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે, કેટલીક અનધિકૃત વેબસાઈટો બંધ કરવાના આદેશ બાદ નવી વેબસાઈટ બનાવી છે. આ અંગે અમે એવી વેબસાઈટો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. UIDAI અનુસાર અનધિકૃત સેવાઓ આપતી આ વેબસાઈટો અને કંપનીઓનું આચરણ ઇન્ફોર્મેશન એક્ટ 2000, આધાર એક્ટ 2016ની કલમ 38 અને ભારતીય દંડ સંહિતાની કલમ 409 (વિશ્વાસભંગ) અને કલમ 420 (છેતરપિંડી) બરાબર છે.

3

આ સાઈટના નામ આધાર અપડેટ ડોટ કોમ, આધાર ઇન્ડિયા ડોટ કોમ, પીવીસી આધાર ડોટ કોમ, આધાર પ્રિન્ટર્સ ડોટ કોમ, ગેટ આધાર ડોટ કોમ, ડાઉનલોડ આધાર કાર્ડ ડોટ ઇન, આધાર કોપી ડોટ ઇન અને ડ્યુપ્લિકેટ આધાર કાર્ડ ડોટ કોમ છે. આ વેબસાઈટ લોકો પાસેથી ગેરકાયદેસર રીતે આધાર નંબર અને એનરોલમેન્ટ વિગતો લઈ રહી હતી અને યૂઆઈડીએઆઈની અધિકૃત સંસ્થા બનીને આધાર સંબંધિત સેવાઓ આપવાનું વચન આપી રહી હતી.

4

નવી દિલ્હીઃ ભારતીય વિશિષ્ટ ઓળક પ્રાધિકરણ (UIDAI)એ આધાર સંબંધિત સેવાઓ આપતી અને ગેરકાયદેસર રીતે આધાર સંખ્યા અને એનરોલમેન્ટ વિગતો લેવાના આરોપમાં આઠ અનધિકૃત વેબસાઇટની વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. આ પ્રથમ ઘટના છે જ્યારે પ્રાધિકરણે આધાર સંબધિત સેવા આપવાના બહાને છેતરપિંડી અને નકલી વેબસાઈટ વિરૂદ્ધ ફરયિદા નોંધાવી હોય.

  • હોમ
  • India-news
  • દેશ
  • સાવધાન! આધાર કાર્ડની જાણકારી એકત્ર કરતી આ 8 વેબસાઈટ છે નકલી, UIDAIએ નોંધાવી FIR
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.