પોર્નથી પણ વધારે આ સર્ચ કરે છે ભારતીયો, સર્વેમાં થયો ખુલાસો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Mar 2018 06:04 PM (IST)
1
ભારતીયો ઇન્ટરનેટ પર સૌથી વધારે આધારકાર્ડ સાથે સંકળાયેલા સવાલો પૂછે છે. જેના કારણે વિશ્વભરમાં ફેમસ પોર્ન વીડિયો ઇન્ડસ્ટ્રી પણ પાછળ રહી ગઈ છે. છેલ્લા થોડા મહિનાઓથી ભારતીયો પોર્ન કરતાં આધારને વધારે સર્ચ કરી રહ્યા છે.
2
એલેક્સના રિપોર્ટ મુજબ ભારતની ટોપ વેબસાઇટ્સમાં UIDAI 14મા નંબર પર છે, જ્યારે પોર્ન સાઇટ XVIDEOS 15મા નંબર પર છે. લિસ્ટમાં ઇન્સ્ટાગ્રામ 13મા નંબર પર છે. જ્યારે ગૂગલને ટોપ-3માં સ્થાન મળ્યું છે.
3
નવી દિલ્હીઃ એનાલિટિક્સ કંપની એલેક્સાના એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસામાં સામે આવ્યું છે કે ભારતીયો પોર્ન વીડિયોથી વધારે આધાર કાર્ડ અંગે સર્ચ કરે છે. આધારને બેંક અને સિમ સાથે લિંક કરાવવા માટે ભારતીય ઇન્ટરનેટ પર સૌથી વધારે UIDAI સર્ચ કરે છે..