અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને આફ્રિકામાંથી દબોચી લીધો: સુત્રો

મુંબઈ પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા ગુર્ગાઓએ જણાવ્યું હતું કે, તેમને મોરાની બ્રધર્સ અને મહેશ ભટ્ટને મારવા માટે 11 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતાં.
રવિ પુજારના નિશાને બોલીવુડની અનેક હસ્તીઓ રહી ચુકી છે. પુજારીના ગુંડાઓએ 2014માં ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ અને ફરાહ ખાનને પણ મારવાનું ષડયંત્ર રચ્યું હતું. આ ઉપરાંત પુજારીના ગુંડાઓએ બોલીવુડના શાહરૂખ ખાનની ઓફિસની પણ રેકી કરી હતી. જૂહુમાં ફિલ્મ ડાયરેક્ટર કરીમ મોરાનીના ઘરે થયેલા ગોળીબાર બાદ પોલીસે પુજારીની ગેંગના આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું.
સુત્રો પ્રમાણે, સેનેગલ પહેલા રવિ પુજારીનું લોકેશન Burkina Fasoમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારથી જ ભારતીય એજન્સીઓ તેની પાછળ હાથ ધોઈને પડી ગઈ હતી. રવિ પુજારી પર ભારતમાં ગુનાઓનો એક આખો ઈતિહાસ છે.
નવી દિલ્હી: ભારતીય એજંસીઓએ આધારભુત માહિતીના આધારે કુખ્યાત ડોન રવિ પુજારીને આફ્રિકાના સેનેગલથી દબોચી લીધો છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. રવિ પુજારીને ભારતીય એજન્સીઓએ ઈનપુટના આધારે ઝડપી લીધો છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ડોન પર ભારતીય એજન્સીઓ સતત ચાંપતી નજર રાખી રહી હતી.