ભાજપના દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન કહ્યું- 'બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા'
આ અનુસાર આશે 27 હજાર યુવકોને અલગ-અલગ રીતે પહેલા જ રોજગારની તકો મળી ચુકી છે અને આગામી વર્ષે 50 હજારના આંકડાને પાર કરી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિતિન ગડકરીએ કહ્યું, એ વિચારવાની જરૂર છે કે કઈ રીતે દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં રોજગારની તકો ઉભી કરી શકાય. તેમણે કહ્યું, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ અને હું બંને નાગપુરથી છીએ અને અમે વિદર્ભના આશરે 50 હજાર યુવકોને રોજગાર આપવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હી: દેશની મુખ્ય સમસ્યાઓમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે. આ નિવેદન મોદી સરકારમાં કેબિનેટ મંત્રી નિતિન ગડકરીએ આપ્યું છે. તેમણે કહ્યું, રોજગાર અને નોકરીઓ વચ્ચે અંતર હોય છે. ગડકરીએ કહ્યું, બેરોજગારીની સમસ્યાનો સામનો કરવામાં દરેકને નોકરીઓ નથી મળી શકતી કારણ કે રોજગાર અને નોકરી વચ્ચે અંતર છે, નોકરીઓની સીમાઓ છે અને એટલે કોઈ પણ સરકારની વિત્તીય નીતિનો મુખ્ય હિસ્સો રોજગાર સૃજન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -