હવે યુપીમાં કઈ પાર્ટીના નેતા સામે થયો ગેંગરેપનો આક્ષેપ, જાણો વિગત
પરંતુ ત્યાં પણ પોલીસે તેમની કોઈ ફરિયાદ સાંભળી ન હતી. એડિશનલ એસપી અનૂપ સિંહે જણાવ્યું હતું કે, સમાજવાદી પાર્ટી નેતા બિરેન્દ્ર યાદવ અને પીડિતાના પિતા સહિત અન્ય ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાર બાદ દોષિતોએ પીડિતાને કાનપુરમાં રહેતા તેમના પિતાને સોંપી દીધી હતી. જોકે, પીડિતાના પિતા પણ કાનપુરમાં અન્ય એક મહિલા સાથે રહેતાં હતા. અંતે નિરાશ થઈને પીડિતા કોતવાલી ગંગાઘાટ પોલીસ સ્ટેશને પહોંચી હતી. જોકે પોલીસે આ અંગે તેની કોઈ ફરિયાદ દાખલ કરી નહોતી.
પીડિતા તરફથી કરવામાં આવેલી પોલીસ ફરિયાદ અનુસાર નોકરી અપાવી દેવાની લાલચે ફોસલાવીને ગામડાંમાંથી એક યુવક શહેરમાં લઈ ગયો હતો. જ્યાં તેને સમાજવાદી પાર્ટીના નેતા બિરેન્દ્ર યાદવને સોંપી દેવામાં આવી હતી. બિરેન્દ્ર યાદવ અને તેમના કેટલાક સાથીઓએ કેટલાંક દિવસો સુધી તેમની સાથે દુષ્કર્મ કર્યું હતું.
સમાજવાદી પાર્ટીના નેતા સહિત અન્ય ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે, આરોપીઓની યાદીમાં પીડિતાના પિતાનું નામ પણ છે. 15 વર્ષની પીડિત સગીરાનો આરોપ છે કે, જ્યારે તેને પોતાની પર થયેલા કૃત્યની પિતાને જાણ કરી ત્યારે દોષિતો સામે ફરિયાદ કરવાના બદલે પિતાએ પણ આનો લાભ લીધો.
ઉન્નાવ: ઉન્નાવમાં ભાજપ ધારાસભ્ય પર લાગેલા ગેંગરેપના આરોપ બાદ હવે સમાજવાદી પાર્ટીના નેતા બિરેન્દ્ર યાદવ પર ગેંગરેપનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેના કારણે પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. કોતવાલી ગંગાઘાટ પર રહેનારી એક સગીરાએ ઉન્નાવ એસપી પાસે આવી હતી અને પોતાની આપવીતી જણાવી હતી. જે સાંભળીને એસપી પણ હેરાન થઈ ગયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -