✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઉન્નાવ ગેંગરેપ કેસઃ ધારાસભ્ય કુલદીપ સેંગરને CBIએ સવારે 4.30 વાગે ધરપકડ કરી, 3 કેસ નોંધાયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Apr 2018 08:00 AM (IST)
ઉન્નાવ ગેંગરેપ કેસઃ ધારાસભ્ય કુલદીપ સેંગરને CBIએ સવારે 4.30 વાગે ધરપકડ કરી, 3 કેસ નોંધાયા
1

2

પીડિતાની માંની અરજી પર ઉન્નાવના માખી વિસ્તારના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ધારાસભ્ય વિરુદ્ધ આઇપીસીની ધારા 363, 366, 376 ,506 અને પૉક્સો એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. ગુરવારે યુપીના ડીજીપીએ કહ્યું હતું કે મામલો સીબીઆઇને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે એટલે ધરપકડ પર નિર્ણય સીબીઆઇ કરશે.

3

બુધવારે પીડિતાની ફરિયાદના પર ઇલાહાબાદ હાઇકોર્ટે મામલાનો સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. ગુરુવારે આ આખા મામલ પર સુનાવણી થઇ. આ દરમિયાન કોર્ટે યુપી સરકારને પુછ્યું કે તમે એક કલાકમાં જણાવો કે ધારાસભ્યની ધરપકડ કરશો કે નહીં? આના પર યુપી સરકારે કહ્યું કે, અમારી પાસે ધારાસભ્ય વિરુદ્ધના પુરતા પુરાવા નથી. પુરી સુનાવણી બાદ કોર્ટે શુક્રવાર એટલે આજે બપોરે બે વાગે ફેંસલો સંભળાવવાનું કહ્યું હતું.

4

મીડિયાની સામે તેને કહ્યું કે, તે ખુદ સીબીઆઇના અધિકારીઓને મળવા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સેંગર વિરુદ્ધ રવિવારે રાત્રે 2.30 વાગે એફઆઇઆર નોંધવામાં આવી હતી. તેની વિરુદ્ધ પૉક્સો એક્ટનો પણ કેસ નોંધાયેલો છે. ધરપકડ કરવામાં આવેલા ધારાસભ્યને અત્યારે સીબીઆઇએ લખનઉની ઓફિસમાં રાખ્યો છે.

5

ઉન્નાવઃ ઉન્નાવ ગેંગરેપ મામલા સીબીઆઇની ટીમે આરોપી ભાજપ ધારાસભ્યને સવારે 4.30 વાગ્યાની આસપાસ ધરપકડ કરી લીધી, કુલદીપ સિંહ સેંગરની ધરપકડ ખુબજ નાટકીય ઘટનાક્રમ બાદ તેમના ઇન્દિરા નગર વિસ્તારના ઘરેથી કરવામાં આવી હતી. જોકે, આ બાદ પણ ધારાસભ્યનો મિજાજ એકદમ દંબગ અંદાજમાં જ જોવા મળ્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • ઉન્નાવ ગેંગરેપ કેસઃ ધારાસભ્ય કુલદીપ સેંગરને CBIએ સવારે 4.30 વાગે ધરપકડ કરી, 3 કેસ નોંધાયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.