✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઉન્નાવ રેપ કેસમાં CBIને મળ્યા પુરતા પુરવા, કહ્યું- પોલીસ બચાવી રહી હતી BJP ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 May 2018 10:35 AM (IST)
ઉન્નાવ રેપ કેસમાં CBIને મળ્યા પુરતા પુરવા, કહ્યું- પોલીસ બચાવી રહી હતી BJP ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને
1

સીબીઆઇને સ્થાનિક પોલીસની બેદરકારીના પણ સબુત મળ્યા છે. સીબીઆઇની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યુ છે કે પહેલા નોંધવામાં આવેલી FIR માં પોલીસે આરોપી ધારાસભ્યનુ નામ સામેલ જ ન હોતું કર્યું.

2

સીબીઆઇએ અત્યાર સુધી આ મામલે આરોપી ધારાસભ્ય સેંગર, પીડિતાના પિતા સાથે મારપીટ કરીને હત્યાના આરોપી ધારાસભ્યના ભાઇ અતુલ સેંગર, કુલદીપ સેંગરના નજીકની સહયોગી રહી ચૂકેલી મહિલા શશિ સિંહ સહિત અનેક લોકો સાથે પુછપરછ કરી છે.

3

ઉલ્લેખનીય છે કે, સીબીઆઇની પાસે તપાસ માટે આ સમયે જે મામલો છે, તે આરોપી ધારાસભ્ય વિરુદ્ધ ચોથીવારની FIR હતી. એટલું જ નહી, કેસને લટકાવવા અને આરોપી ધારાસભ્યને બચાવવા માટે પોલીસે પીડિતાનું મેડિકલ ચેકઅપ કરવામાં પણ મોડુ કર્યું હતું.

4

ઉપરાંત સીબીઆઇએ આખા ઘટનાક્રમને ક્રમવાર રીતે રિકન્સ્ટ્રક્ટ કર્યું. પીડિતાએ 164 અંતર્ગત નોંધાવેલા નિવેદનમાં ઘટનાની ગ્રાફ આપ્યો છે. તે સીબીઆઇ દ્વારા ઘટનાક્રમના રિકન્સ્ટ્રક્શનમાં યોગ્ય સાબિત થયુ હતું.

5

સીબીઆઇનું કહેવુ છે કે ફોરેન્સિંક તપાસનો રિપોર્ટ અને ઘટનાક્રમને રિકન્સ્ટ્રક્ટ કર્યા બાદ તે એ નિષ્કર્ષ પર પહોંચી છે કે પીડિતા દ્વારા લગાવવામાં આવેલો ગેંગરેપનો આરોપ બરાબર છે.

6

નવી દિલ્હીઃ ઉન્નાવ ગેંગરેપ કેસની તપાસ કરી રહેલા સીબીઆઇને આરોપી BJP ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ પુરતા પુરવાઓ મળ્યા છે. સીબીઆઇનું કહેવું છે કે, તેમને એવા પ્રૂફ મળ્યા છે જેમાં સેંગરની આ મામલે સંડોવણી સાબિત થાય છે.આ ઉપરાંત મામલામાં પોલીસ દ્વારા શરૂઆતી બેદરકારી રાખવાના પણ સબુત મળ્યા છે. સીબીઆઇ કહ્યું કે પોલીસ ભાજપી ધારાસભ્યને બચાવી રહી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • ઉન્નાવ રેપ કેસમાં CBIને મળ્યા પુરતા પુરવા, કહ્યું- પોલીસ બચાવી રહી હતી BJP ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.