બીજેપીના 8 ધારાસભ્યોને વૉટ્સએપમાં મળી ધમકી, કહ્યું- '3 દિવસમાં 10 લાખ નહીં આપો તો આખા પરિવારને ખતમ કરી દઇશું'
જે અપરાધીના નામથી આ મેસેજ મોકલવામાં આવ્યો છે તે અલી બુદેશભાઇ પોતાને બાબા કહેવડાવવાનું પસંદ કરે છે અને મીડલ ઇસ્ટમાં ક્યાંક રહે છે. આમ તો તેની ગેંગનુ મુખ્ય ઠેકાણું બેહરીનમાં છે. મુંબઇના કેટલાય ફિલ્મસ્ટાર્સ પાસે આ આવી રીતે માંગ કરી ચૂક્યો છે.
આ બધા ધારાસભ્યોને દુબઇના એક બિટકૉઇન એકાઉન્ટમાં પૈસા નાંખવાનું કહેવામાં આવ્યું છે. બધાને એક જેવા જ મેસેજ મોકલાયા છે. બધા વૉટ્સએપ નંબર પર મેસેજ મોકલવામાં આવ્યા છે. બધાને કહેવાયું ચે કે, જો પૈસા નહીં આપવામાં આવ્યા તો એક-એક કરીને આખા પરિવારને ખતમ કરી દેવામાં આવશે.
આ બધા લોકોએ પોતપોતાના જિલ્લામાં કેસ નોંધવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે ખુદ આ મામલે બધા ધારાસભ્યો સાથે વાત કરી અને સુરક્ષાનુ આશ્વાસન આપ્યુ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ મામલાની તપાસ કરીને ધમકી આપનારા શખ્સને શોધી રહ્યાં છે.
જે ધારાસભ્યોને ધમકી આપવામાં આવી છે તેમના ના છે, લખનઉથી નીરજ બોરા, ફરીદપુરના ડૉ.શ્યામ બિહારી લાલ, ગોરખપુરના પૂર્વ મંત્રી રાજેશ ત્રિપાઠી, ગોંડાના મહનૌન બેઠકના વિનય દ્વિવેદી, ગૌરાના પ્રેમનાથ પાન્ડેય, ડિબાઇની ડૉ. અનિતા લોઘી, મીરાનપુર કટરાના વીર વિક્રમ સિંહ અને મહોલીના શશાંક ત્રિવેદી છે.
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં એક એવો મામલો સામે આવ્યો છે જે ખરેખર ખુબ ગંભીર છે. બીજેપીના 8 ધારાસભ્યોને ધમકી આપવામાં આવી છે. કે જો 3 દિવસની અંદર 10-10 લાખ રૂપિયા નહીં આપ્યા તો તેમના પરિવારોને જીવથી મારી નાંખવામાં આવશે. બધાને એક જ વ્યક્તિએ ધમકી આપી છે જેનું નામ અલી બુદેશ ભાઇ છે.