અંધવિશ્વાસને તોડવા CM યોગી જશે નોઈડા, ખુરશી ગુમાવવાના ડરથી ત્યાં જવા કોઈ મુખ્યમંત્રીએ નથી કરી હિમ્મત
લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઈડા જવાનો નિર્ણય કર્યો છે. 25 ડિસેમ્બરે મેટ્રોને લીલી ઝંડી આપવા ઉદ્ધઘાટન સમારોહમાં જવાના છે. સીએમ યોગી લાંબા સમયથી ચાલી આવેલા અંધવિશ્વાસને તોડવા જઈ રહ્યા છે. જો કે આ એક અંધવિશ્વાસ છે કે જે ઉત્તર પ્રદેશના કોઈ મુખ્યમંત્રી પોતાના પોતાના કાર્યકાળ દરમિયાન નોઈડાની મુલાકાત કરે તો તેને ખુરશી ગુમાવવી પડે છે. માયાવતીને છોડી અનેક મુખ્યમંત્રીઓ ડરના કારણે નોઈડા નથી ગયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંધવિશ્વાસના હાથે મજબૂર સીએમ નોઈડાના તમામ સરકારી કાર્યક્રમો દિલ્લી અને લખનઉથી જ કરતા રહ્યા. નોઈડા જવાથી સત્તા ગુમવવાની અંધવિશ્વાસવાળી કહાની વીરબહાદુર સિંહના સમયથી શરૂ થઈ હતી. જ્યારે 1988માં રાજ્યના મુખ્યમંત્રી વીરબહાદુર સિંહ હતા ત્યારે તેઓ નોઈડા ગયા હતા અને તેના બીજા જ દિવસે તેનું રાજીનામું થઈ ગયું. ત્યારથી નોઈડા જવું દરેક મુખ્યમંત્રી માટે અશુભ અને અછૂત બની ગયું.
અખિલેશ પહેલા માયાવતી યૂપીના મુખ્યમંત્રી હતા. માયાવતી કોઈ અંધવિશ્વાસમાં નથી માનતા અને તેના ભરોસે તે અનેક વખત નોઈડા ગયા હતા પરંતુ 2012ની વિધાનસભા ચૂંટણીમાં બીએસપીને હારનો સામનો કરવો પડ્યો હતો. મુલાયમસિંહ યાદવ, કલ્યાણ સિંહ અને રાજનાથ સિંહ પણ ઉત્તરપ્રદેશના સીએમ રહી ચુક્યા છે પણ ક્યારેય નોઈડા જવાની હિંમત નથી કરી શક્યા.
ભાજપના પ્રવક્તા ડૉ ચંદ્રમોહને જણાવ્યું કે યોગીએ ક્યારેય અંધવિશ્વાસ અને અપશગુનને નથી માન્યું ભલે તેઓ ધાર્મિક વ્યક્તિ રહ્યા છે. જો માયાવતીને છોડી દઈએ તો લગભગ 29 વર્ષ બાદ યૂપીના કોઈ મુખ્યમંત્રીએ નોઈડા જવાની હિમ્મત કરી છે.
યોગી પહેલા અખિલેશ યાદવ સતત પાંચ વર્ષ યૂપીના મુખ્યમંત્રી રહ્યા પરંતુ એક પણ વખત તેઓ નોઈડા ગયા નથી. જ્યારે પણ પ્રશ્ન થયો ત્યારે અખિલેશ એવું કહેતા કે એક દિવસે જરૂર જઈશ પણ તે દિવસ આવ્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -