✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ દંપતિ નરેન્દ્ર મોદીને દત્તક લેવા પહોંચ્યા સબ-રજિસ્ટ્રારની ઓફિસે, પછી શું થયું? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Feb 2017 02:49 PM (IST)
આ દંપતિ નરેન્દ્ર મોદીને દત્તક લેવા પહોંચ્યા સબ-રજિસ્ટ્રારની ઓફિસે, પછી શું થયું? જાણો
1

આ સંબંધમાં સબરજીસ્ટ્રારે કહ્યુ હતુ કે, દત્તકનામા રજીસ્ટ્રેશન માટે બંને પક્ષની હાજરી જરૂરી હોય છે. તેમની હાજરીમાં જ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. તેમણે યોગીની અરજી પર વાંધો ઉઠાવી તે પરત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યુ હતુ કે, દત્તક એ જ લઇ શકે છે જે સંબંધિત વ્યકિતની માતા કે પિતા હોય. તેમણે માતા-પિતા હોવાના સાક્ષીઓ પણ રજુ કરવાના હોય છે.

2

ગાઝીયાબાદ: બારાબંકીની રેલી દરમિયાન યુપીનો ગોદ લીધેલ પુત્ર એવુ નિવેદન કરીને હંગામો મચી ગયો છે એવામાં ગાઝીયાબાદના લોકોએ પીએમ નરેન્દ્ર મોદીને ગોદ (દત્તક) લેવાની તૈયારી શરૂ કરી છે જે હેઠળ પતલા નિવાડીના પુર્વ ચેરમેન યોગેન્દ્રપાલ યોગ ગઇકાલે પોતાની પત્નિ સાથે સબરજીસ્ટ્રાર પહોંચ્યા હતા અને પીએમ મોદીને દત્તક લેવા અરજી રજુ કરી હતી. જો કે સબરજીસ્ટ્રારે તેમને એવુ કહીને વળાવી દીધા હતા કે જયાં સુધી દત્તક આપનાર પક્ષ ઉપસ્થિત ન થાય ત્યાં સુધી દત્તકનામાના રજીસ્ટ્રેશન ઉપર કાર્યવાહી કરવી સંભવ નથી.

3

આ નોટીસ બાદ જ પતલા નિવાડીના પુર્વ ચેરમેન યોગેન્દ્રપાલ યોગીએ જાહેરાત કરી હતી કે હું મોદીને ગોદ લઇને મારા પોતાના દત્તક પુત્ર તરીકે સ્વીકાર કરીશ. તેમણે આ માટે કાયદેસર દત્તકનામુ બનાવ્યુ અને ગઇકાલે પત્નિ સાથે દત્તકનામાનુ રજીસ્ટ્રેશન કરવા સબરજીસ્ટ્રાર થર્ડ મુકેશ સાગર સમક્ષ હાજર થયા હતા. તેમણે અરજી કરી હતી કે, દત્તકનામાના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુરી કરવી જોઇએ, સાથોસાથ દસ્તાવેજો પણ યુપી બાલ અધિકાર સંરક્ષણ પંચને મોકલ્યા હતા.

4

પીએમ મોદીએ યુપીના પ્રચાર દરમિયાન બારાબંકીમાં એક સભાને સંબોધતા કહ્યુ હતુ કે, જે વિકાસનું કામ યુપીનો પુત્ર (અખિલેશ યાદવ) કરી નથી શકયો તે લોકોનો દત્તક લીધેલ પુત્ર (મોદી) કરશે. તે પછી યુપી બાલ અધિકાર પંચે પીએમ મોદીને નોટીસ પાઠવી હતી. પંચે તેમને પુછયુ હતુ કે, યુપીમાં તમને કોણે દત્તક લીધેલ છે ?

  • હોમ
  • India-news
  • દેશ
  • આ દંપતિ નરેન્દ્ર મોદીને દત્તક લેવા પહોંચ્યા સબ-રજિસ્ટ્રારની ઓફિસે, પછી શું થયું? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.