2019ની તૈયારીઃ મોદીને મહાગઠબંધનથી રોકવાની તૈયારીમાં કોંગ્રેસ
કોંગ્રેસ મહાસચિવ સી.પી. જોશીએ મહાગઠબંધનની સંભાવના પર કહ્યું કે, અમે મોદીની રાજનીતિને પડકાર આપીશું અને ભંડાફોડ કરવા માટે જરૂરી પગલા ઉઠાવશું. પરંતુ તે રાજ્યની રાજનીતિક પડકાર પર આધાર રાખશે. દરેક રાજ્યમાં પડકાર અલગ અલગ હોય છે. અમે 2019માં ગઠબંધન કરીશું, અમે મોદીને મોટો પડકાર આપીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ પણ મહાગઠબંધનની વાત જાણે છે. યૂપીમાં ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, પક્ષ હવે પછીની ચૂંટણીમાં પોતાના હાલના વોટ શેર 40 ટકાથી આગળ વધવા પર ધ્યાન આપશે. કોંગ્રેસ સૂત્રો અનુસાર, હાલની સ્થિતિ સામાન્ય થયા બાદ બીએસપી અને એસપી સાથે મહાગઠબંધન પર અનૌપચારિક વાતચીત કરવામાં આવશે. બીએસપી અને એસપીની વચ્ચે મતભેદને કારણે યૂપીમાં મહાગઠબંધન ન થઈ શક્યું અને એટલે જ બિહારની જેવો જ પ્રયોગ અહીં જોવા ન મળ્યો.
ઉલ્લેખનીય છે કે, ભાજપે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ત્રીજા ભાગની સીટો પર કબ્જો જમાવ્યો છે, જ્યારે યૂપીની લોકસભાની સ્થિતિ પણ એવી જ છે. ભાજપ નેતૃત્વવાળી એનડીએએ યૂપીની 80માંથી 73 સીટ જીતી છે, જ્યારે એસપીની પાસે 5 અને કોંગ્રેસના ખાતામાં માત્ર 2 સીટ ગઈ છે.
કોંગ્રેસનું માનવું છે કે, જો અત્યારે સાચવેત નહીં થઈએ તો 2024 સુધી રાહ જોવી પડશે. કોંગ્રેસ મહાસચિવ અને પ્રવક્તા સી.પી. જોશીએ સંકેત આપ્યા કે કોંગ્રેસનો પ્રયત્ન તમામ રાજ્યોના ક્ષેત્રીય પક્ષોને સાથે લાવવાનો રહેશે. ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસને લાગે છે કે, જે રીતે બિહારમાં આરજેડી-જેડીયૂની સાથે કોંગ્રેસે ભાજપને રોક્યું તું, તેવી જ રીતે યૂપીમાં પણ રોકી શકાયું હોત. એવામાં યૂપીમાં કોંગ્રેસને હવે બીએસપીને સાથે લાવવામાં પણ કોઈ વાંધો નથી.
નવી દિલ્હીઃ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ 2019ની રણનીતિ બનાવવામાં લાગી ગઈ છે. ભાજપને રોકવા માટે તેણે ક્ષેત્રીય પક્ષોની સાથે મળીને રાષ્ટ્રીય સ્તર પર મહાગઠબંધન બનાવવાના સંકેત આપ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ પદાથિકારીઓઈ અંગ્રેજી સમાચારપત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, એસપી, બીએસપી અને કોંગ્રેસ મહાગઠબંધન તરીકે ઉભરી શકે છે. યૂપી ચૂંટણી બાદ હવે કોઈપણ પક્ષને ભ્રમ નથી કે તે એકલા હાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સામે જીતી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -