UP ચૂંટણી 2017: પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, 839 ઉમેદવાર મેદાનમાં, પીએમ મોદીએ મતદાન કરવાની કરી અપીલ
જાટ નેતા અને આરએલડીના પ્રમુખ ચૌધરી અજિત સિંહ માટે આ તબક્કો મહત્ત્વપૂર્ણ છે. કોઈપણ મોટા પક્ષ સાથે ગઠબંધન ન હોવાથી ચૌધરીએ એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. હવે ચૌધરીનો મુકાબલો સપા-કોંગ્રેસ સાથે તો છે જ પણ સાથે ભાજપ સાથે પણ સીધો મુકાબલો છે. પ્રથમ તબક્કામાં શામલી, મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધ નગર, હાપુડ, બુલંદશહેર, અલીગઢ, મથુરા, હાથરસ, આગ્રા, ફિરોઝાબાદ અને ઈટાહ તેમજ કાસગંજમાં મતદાન થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમથુરા વિધાનસભા સીટના કોંગ્રેસ નેતા પ્રદીપ માથુર ખુદ ચૂંટણી મેદાનમાં છે. સપા-કોંગ્રેસના ગઠબંધનના માથુરની સ્થિતિ મજબૂત માનવામાં આવી રહી છે. જો કે માથુરને ભાજપના રાષ્ટ્રીય સચિવ શ્રીકાંત શર્મા અને આરએલડીના અશજક અગ્રવાલ તરફથી પડકાર છે. સમાજવાદી પાર્ટીના રામગોપાલની પણ પ્રથમ તબક્કામાં પરીક્ષા થશે. જસરાના સપાના ધારાસભ્ય રામવીરસિંહ ટિકિટ કપાયા પછી હવે લજકદલથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ મુલાયમસિંહ યાદવના સંબંધી પણ છે.
પ્રથમ તબક્કામાં 839 ઉમેદવારાનું ભાવી આજે નક્કી થશે. આ ઉમેદવારોમાંથી અનેક મોટા ગજાના ઉમેદવારો છે તો અનેક ઉમેદવારો પોતાના રાજકીય વારસાની સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહના પૌત્ર તેમજ સાંસદ રાજબીર સિંહના પુત્ર સંદીપસિંહ અલીગઢ જિલ્લાના અતરૌલી વિધાનસભા ક્ષેત્રના ઉમેદવાર છે. આ એ જ સીટ છે જ્યાંથી ખુદ કલ્યાણસિંહ વિધાનસભા પહોંચ્યા હતા. હવે સંદીપને પોતાના દાદા કલ્યાણસિંહનો વારસો જાળવવાનો છે.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશના 15 જિલ્લાની 73 વિધાનસભા સીટ પર મતદાન સવારે આઠ કલાકથી મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં 2,60,17,128 મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન શરૂ થયાના ગણતરીના કલાકોમાંજ લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. તો બીજી બાજુ અમુક સ્થળેથી ઈવીએમમાં ગડબડી થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ તમામ વાતો વચ્ચે પીએમ મોદીએ મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -