સુપ્રીમ કોર્ટમાંથી સમાધાન નહીં થાય તો સંસદમાં કાયદો બનાવીને રામ મંદિર બનશેઃ કેશવ પ્રસાદ મૌર્ય
તમને જણાવીએ કે રામ મંદિરનો મુદ્દો ચૂંટણી નજીક આવતા જ ગરમાઈ જાય છે. 7 દાયકાથી રામ મંદિરનો મુદ્દો કોર્ટમાં વિચારાધીન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, જ્યારે જરૂરત પડશે અને અમારી પાસે સંસદમાં બિલ લાવવા સિવાય કોઈ વિકલ્પ નહીં હોય ત્યારે અમે રામ મંદિર પર બિલ લાવવા વિશે વિચારીશું. તેની સાથે જ સંસદમાં બન્ને ગૃહ (લોકસભા અને રાજ્યસભા)મં આ બિલને પસાર કરાવવા માટે બહુમતી હોવી જરૂરી છે. જોકે તેના માટે સંસદના બન્ને ગૃહોમાં કેન્દ્ર સરકાર પાસે પૂરતી બહુમતી હોવી જરૂરી છે. અત્યારે બધા જાણે છે કે રાજ્યસભામાં કેન્દ્ર સરકાર પાસે બહુમતી નથી.
ગઈકાલે પણ કેશવ પ્રસાદ મૌર્યએ રામ મંદિર મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, જો કોઈ રસ્તો નહીં બચે તો સંસદમાં બિલ લાવીનું કાયદો બનાવીને અયોધ્યામાં રામ મંદિર બાવવાનો પ્રયત્ન કરીશું. મૌર્યએ કહ્યું કે, જો ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે તો આ વીએચપીના દિવંગત નેતા અશોક સિંઘલ, મહંત શ્રી રામચંદ્ર દાસ પરમહંસ અને કારસેવકો પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ હશે જેમણે પોતાનું જિવન કુર્બાન કર્યું છે.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ અયોધ્યામાં રામ મંદિર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટમાં કોઈ સમાધાન નહીં મળે તો સંસદમાં કાયદો બનાવીને રામ મંદિર બનાવીશું. એબીપી ન્યૂઝ સાથે એક્સક્લૂસિવ વાત કરતાં તેમણે કહ્યું કે, જો કોર્ટ આ મામલે નિર્ણય નહીં આપી શકે તો કેન્દ્ર સરકાર સંસદમાં બિલ લાવીને રામ મંદિર નિર્માણ માટે પ્રયત્ન કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -