લખનૌમાં પોલીસે યુવકને માથામાં ગોળી મારીને કરી હત્યા, પછી શું કર્યો વાહિયાત બચાવ ?
આ ઘટનાને લઈને યુપી પ્રશાસન પર અને પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાને દુખદ ગણાવતા કહ્યું કે, આ કોઈ એન્કાઉન્ટર નથી. જરૂર પડશે તો સીબીઆઈની તપાસ કરવામાં આવશે. સીએમ યોગી આદિત્યનાથ સરકારે પરિવારને 25 લાખ રૂપિયાની મદદ અને વિવેકની પત્નીને નોકરી આપવાની જાહેરાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશુક્રવારે સાંજે એપલ કંપનીના બે ફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા હતાં. વિવેક તિવારી એપલ કંપનીના એરિયા મેનેજર હતા. તે મોડી રાતે ઓફિસથી નિકળ્યા હતા અને તેની સાથે તેની સહકર્મી સના પણ હતી. સનાને તે ઘરે છોડ્યા બાદ તે પોતાના ઘરે જવાનો હતો. રસ્તામાં પોલીસે તેને કાર રોકવા કહ્યું હતું, ગોળી મારનાર કૉન્સ્ટેબલ પ્રશાંતનું કહેવું છે કે, વિવેક કાર ભગાવવનો પ્રયાસ કર્યો હતો અને તેને મારી નાખવાના ઇરાદાથી બાઈક પર ગાડી ચઢાવી દીધી હતી. જેના બાદ કોન્સ્ટેબલે સ્વબચાવ માટે તેણે ગોળી ચલાવી હતી.
સરકારની 25 લાખના વળતર પર વિવેકની પત્નીએ કહ્યું કે વળતર ઓછું છે. અમને એક કરોડ રૂપિયાનું વળતર જોઈએ. પરિવાર વિવેક આધારે ચાલતો હતો. એક એકમાત્ર કમાવનાર હતા. મને મારા બાળકોના ભવિષ્યની ચિંતા છે. મને ન્યાય જોઈએ, અને મારી સાથે સીએમ યોગી મુલાકાત કરે.
પરંતુ પોલીસ દ્વારા માથામાં ગોળી મારવા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. પેટ્રોલિંગ કરતાં પોલીસકર્મીએ પૂછપરછ કરી તો વિવેકે કાર ભગાવવાનો પ્રયત્ન કર્યો અને ગાડી દિવાલ સાથે અથડાઈ ગઈ હતી. તેમ જણાવ્યું હતું.
આ ઘટના અંગે પોલીસે પોતાનો બચાવ કરતા દાવો કર્યો કે વિવેક તિવારી સંદિગ્ધ સ્થિતિમાં હતો. રાતે દોઢ વાગે કાર ગોમતીનગર વિસ્તારમાં ઉભી હતી. લાઈટ બંધ હતી. પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે તેણે પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. તેથી બચાવ માટે તેના પર ગોળી ચલાવાવમાં આવી.
લખનઉ: ઉત્તરપ્રદેશના લખનઉમાં એક પોલીસ કોન્સ્ટેબલે એપલના એરિયા મેનેજરને શુક્રવારે ગોળી મારી હત્યા કરી દીધી છે. જેને લઈને લખનઉ પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. મૃતકના સહયોગીએ જણાવ્યું કે, પોલીસ કોસ્ટેબલ ચેકિંગ દરમિયાન વિવેક તિવારીને ગોળી મારી દીધી હતી. આ મામલે કોસ્ટેબલ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. અને સ્વબચાવ માટે ગોળી ચલાવી હવોનું જણાવી રહી છે. કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મૃતકની પત્નીએ મુખ્યમંત્રી યોગી પાસે જવાબ માંગ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -