ઉત્તર પ્રદેશમાં ભાજપના ઉમેદવારોમાં પરિવારવાદ અને પક્ષપલટુઓની બોલબાલા, જાણો ક્યા નેતાઓનાં સંતાનો લડશે ચૂંટણી?
જ્યારે અન્ય પક્ષમાંથી આવેલ નેતાઓને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રથમ યાદીમાં બીએસપીમાંથી આવેલ અરવિંદ ગિરિ, રોમી સાહની, બાલા પ્રસાદ અવસ્થી અને રૌશનલાલ વર્માને ટિકિટ આપવામાં આવી છે. બેહટથી મહાવીર રાણા અને નકુટથી ધર્મસિંહ સૈનીને ભાજપની ટિકિટ મળી છે જ્યારે બન્ને બીએસપીમંથી ભાજપમાં સામેલ થયા છે. ગંગોહથી પ્રદીપ ચૌધરી, નટહોરથી ઓમ કુમારને ભાજપની ટિકિટ મળી છે. પ્રદીપ કોંગ્રેસ અને ઓમ કુમાર બીએસપીમાંથી આવ્યા છે. બળદેવ સીટ પર લોકદલમાંથી આવેલ પૂરનપ્રકાશને ટિકિટ મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂંટણી માટે ટિકિટ વહેંચણીમાં પરિવારવાદને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એ પણ ત્યારે જ્યારે પ્રધાનમંત્રી મોદીનું સૂચન હતું કે પક્ષના નેતા પોતાના સંબંધી માટે ટિકિટની માંગણી ન કરે. ઉત્તરાખંડમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ વિજય બહુગુણાના પુત્ર સૌરભ બહુગુણાને ટિકિટ આપવામાં આવી છે. બીસી ખંડૂરીની દીકરી રિતુને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ યશપાલ આર્ય અને તેના દીકરાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે યૂપીમાં કલ્યાણ સિંહના પૌત્ર સંદીપ સિંહને પ્રથમ યાદીમાં ટિકિટ આપવામાં આવી હતી.
કોંગ્રેસમાંથી આવેલ નીરજ બોરાને લખનઉ ઉત્તરથી, કોંગ્રેસમાંથી આવેલ અભિજીત સાંગીને બિઠૂરથી, નંદકુમાર ગુપ્તા નંદી બસપા સરકારમાં મંત્રી હતા તેને અલાહબાદ દક્ષિણથી, સપામાંથી આવેલ કુલદીપ સેન્ગરને બાંગરમઉથી, કોંગ્રેસમાંથી આવેલ સંજય જૈસવાલને રૂધૌલીથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે.
અન્ય પક્ષમાંથી આવેલ નેતાઓને ભાજપે અહીંથી મળી ટિકિટ. કોંગ્રેસમાંથી આવેલ રીટા બહુગુણા જોશીને લખનઉ કેન્ટથી ટિકિટ. બસપામાંથી આવેલ બ્રજેશ પાઠકને લખનઉ મધ્યથી, બસપામાંથી આવેલ ભગવતી સાગરને બિલ્હૌરથી, બસપામાંથી આવેલ પ્રતિભા શુક્લને અકબરપુર રનિયાથી ટિકિટ આપી છે.
રામલાલ રાહીના પુત્ર સુરેશ રાહીને સીતાપુરના હરગાંથી ટિકિટ આપવામાં આવી છે. લાલજી ટંડનના પુત્ર આશુતોષ ટંડનને લખનઉ ઉત્તરથી, લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર સિદ્ધાર્થ નાથ સિંહને અલાહબાદ પશ્ચિમથી, પૂર્વ સપા નેતા રંજના વાજપેયીના પુત્ર પર્ષ વાજપેયીને અલાહબાદ ઉત્તરથી, સંજય સિંહની પ્રથમ પત્ની ગરિમા સિંહને અમેઠીથી ટિકિટ (બીજી પત્ની અમિતા સિંહની સામે) અને સર્વેશ સિંહના પુત્ર સુશાંત સિંહને બઢાપુરથી ટિકિટ આપવામાં આવી છે.
ભાજપની યૂપી ચૂંટણી માટે બીજી યાદીમાં આ પ્રમાણે છે. ગૃપપ્રધાન રાજનાથસિંહના પુત્ર પંકજ સિહને નોયડાથી ટિકિટ. સાંસદ બ્રજભૂષણ શરણ સિંહના પુત્ર પ્રતીક ભૂષણને ગોંડાથી ટિકિટ. સાંસદ હુકુમ સિહની દીકરી મૃગાંકા સિહંને કૈરાનાથી ટિકિટ. પ્રેમલતા કટિયારની દીકરી નીલિમા કટિયારને કલ્યાણપુરથી ટિકિટ. સ્વામી પ્રસાદ મૌર્યના પુત્ર ઉત્કર્ષ મૌર્યને ઉંચાહારથી ટિકિટ.
નવી દિલ્હીઃ યૂપી ચૂંટણીને ધ્યાનમાં રાખીની ભાજપે ગઇકાલે રાત્રે બહાર પાડેલી બીજી યાદીમાં બેકવર્ડ લોકોને મહત્ત્વ આપ્યું છે. જાતીય સમીકરણોની દૃષ્ટિએ બેકવર્ડ ઉપરાંત સવર્ણોને આકર્ષિત કરવાના પ્રયત્નો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. 155 લોકોની બીજી યાદીમાં ભાજપે પરિવારવાદ પર હાથ અજમાવ્યો છે. પ્રધાનમંત્રી મોદીની સંબંધીઓ માટે ટિકિટ ન માગવાની ભલામણ બાદ પણ ભાજપની યાદીમાં પરિવારવાદ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. ઉપરાંત બહારથી આવેલા લોકો પર પણ ભાજપ મહેરબાન જોવા મળ્યું. 40થી વધારે બહારથી આવેલા લોકોને ટિકિટ મળી છે. કુલ 304 સીટો પર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ યાદીમાં 149 ઉમેદવારની જાહેરાત થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -