યુપીના બલિયામાં મતદાર યાદીમાં જોવા મળ્યો સની લિયોનીનો ફોટો, જાણો પછી શું થયું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Aug 2018 02:42 PM (IST)
1
બલિયાઃ ઉત્તર પ્રદેશના બલિયામાં મતદાર યાદીમાં ગંભીર છબરડો જોવા મળ્યો છે. અનેક લોકોના નામ અને ફોટામાં ગડબડ સામે આવી છે. અભિનેત્રી સની લિયોની જ નહીં પરંતુ હાથી, હરણ અને કબૂતરના ફોટા પણ મતદાર યાદીમાં લગાવી દેવામાં આવ્યા છે.
2
બીએસપીમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચુકેલા પૂર્વ મંત્રી નારદ રાયના ફોટાના સ્થાને હાથીનો ફોટો લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે મતદાર યાદી સુધારણાનું નિરીક્ષણ કામ ચાલી રહ્યું હતું ત્યારે આ છબરડો ધ્યાનમાં આવ્યો હતો. આ મામલે જિલ્લા તંત્રએ એક કર્મચારી સામે કેસ દાખલ કર્યો છે.
3
આ અંગેની સૂચના ચૂંટણી પંચને પણ આપી દેવામાં આવી છે. 7-8 નામોની તસવીર સાથે છેડછાડ કરવામાં આવી છે. આ ભૂલો સુધારવામાં આવી રહી છે. સની લિયોનીનો ફોટો આવવાના કારણે આ મામલો ચમક્યો હતો, પરંતુ આ પહેલાં પણ આવી ભૂલો સામે આવી ચુકી છે.