નોટબંધીનો આજે 34મો દિવસઃ અનેક રાજ્યમાં આજે પણ બેંક બંધ રહેશે, જાણો મહત્ત્વની વાતો
આજે તમે ATM ઉપરાંત બિગ બજાર, પેટ્રોલ પંપથી પણ સ્વાઈપ કરીને 2 હજાર રૂપિયા સુધી ઉપાડી શકો છો. જોકે મોટાભાગના એટીએમ ખાલી જ છે. ગઈકાલે એબીપી ન્યૂઝે ખાનગી બેંકોના 755 એટીએમની તપાસ કરી કરી જેમાંથી માત્ર 77માં જ રૂપિયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારે બેંકોને કહ્યું છે કે, ગ્રાહકોને જૂની અને નવી નોટ જમા કરાવવાની યોગ્ય જાણકારી આપે. જણાવીએ કે નોટબંધી બાદ 25 કરોડ જનધન ખાતામાં ત્રિસ દિવસમાં 29 હજાર કરોડ રૂપિયા જમા થયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 30 ડિસેમ્બરની પચાસ દિવસની ડેડલાઈનમાં હવે માત્ર 18 દિવસ બાકી છે. દેશના મોટાભાગના રાજ્યમાં આજે ઈદ મિલાદ-ઉન-નબીની રજા છે. એવામાં આજે પણ રોકડની હાલાકી ભોગવવી પડશે. આજે માત્ર બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને પૂર્વોત્તરના રાજ્યોમાં બેંક ખુલશે.
નવી દિલ્હીઃ નોટબંધીનો આજે 34મો દિવસ છે. દેશના મોટાભાગના રાજ્યોમાં આજે સતત ત્રીજા દિવસે પણ બેંકમાં રજા રહેશે. એવામાં રૂપિયા માટે પરેશાન લોકોએ આજે પણ એટીએમના સહારેજ રહેવું પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -