ઉપેંદ્ર કુશવાહા NDAમાંથી બહાર નિકળશે, 6 ડિસેમ્બરના કરી શકે છે જાહેરાત
કહેવામાં આવી રહ્યું છે કે જેડીયૂ અને ભાજપ 17-17 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. બિહારમાં લોકસભાની કુલ 40 બેઠકો છે. બાકી રહે છે 6 બેઠકો. જો કુશવાહા એનડીએથી બહાર થશે તો એ જોવું રહેશે કે એલજેપીને 5 બેઠકો આપવામાં આવશે કે બાકી રહેલી 6 બેઠકો તેના ખાતામાં આવશે. અત્યાર સુધી સીટોની સંખ્યાની જાહેરાત નથી કરવામાં આવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિહારમાં બેઠકોની વહેંચણીને લઈને ઉપેંદ્ર કુશવાહા નારાજ છે. આ નારાજગી ત્યારે સામે આવી જ્યારે બિહારમાં એ જાહેરાત કરવામાં આવી કે જેડીયૂ અને ભાજપ બરાબર-બરાબર બેઠકો પર ચૂંટણી લડશે. ત્યારબાદ રાજકીય ચર્ચા ચાલી રહી હતી કે કુશવાહાના ખાતામાં આવનારી બેઠકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. કુશવાહાની માંગ છે કે તેને 2014 કરતા વધારે બેઠકો મળવી જોઈએ. કુશવાહાએ હાલમાં જ કહ્યું, 'આદરણીય પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને 2019માં ફરી પ્રધાનમંત્રી બનાવવા માંગુ છુ, પરંતુ અપમાન સહન કરીને નહી'.
પટના: કેંદ્રીય મંત્રી અને આરએલએસપીના અધ્યક્ષ ઉપેંદ્ર કુશવાહા એનડીએ સાથેનું ગઠબંધન તોડી શકે છે. જેને લઈને તેઓ 6 ડિસેમ્બરના જાહેરાત કરી શકે છે. 6 ડિસેમ્બરના પાર્ટીએ અધિવેશન રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે કુશવાહાએ પીએમ મોદી પાસે 27 નવેમ્બરથી 30 નવેમ્બર વચ્ચે મળવાનો સમય માંગ્યો હતો, પરંતુ હજી સુધી તેમની પીએમ સાથે મુલાકાત નથી થઈ. આ પહેલા તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે પણ મળવા માટે સમય માંગ્યો હતો પરંતું તેમની સાથે પણ મુલાકાત નથી થઈ શકી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -