SC-ST Act: કરણી સેનાની આગેવાનીમાં સવર્ણોએ કાલે આપ્યું બંધનું એલાન, એમપીના અનેક જિલ્લાઓમાં કલમ 144 લાગુ
કરણી સેનાએ કાલે ગ્વાલિયરમાં રેલી કરી જેનું આયોજન વાચક દેવકી નંદન ઠાકુરને કર્યું હતું. કરણી સેનાનું ભારત બંધનું એલાન મધ્યપ્રદેશથી નીકળીને રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપીની પરેશાની વધારી રહ્યું છે, કેમકે રાજસ્થાનમાં આ સંગઠનનો મોટો પ્રભાવ છે.
ભિંડ, ગ્વાલિયર, છતરપુર, રીવા, શિવપુરી સહિત અહીંના કેટલાય શહેરોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સંવર્ણ સમાજના અનેક સંગઠનો રસ્તાઓ પર ઉતારીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે, તેમના નિશાના પર બીજેપી અને કોંગ્રેસ બન્ને છે.
નવી દિલ્હીઃ SC-ST સંશોધન એક્ટના વિરોધમાં સવર્ણોનો ગુસ્સો સતત વધી રહ્યો છે. કરણી સેનાની આગેવાનીમાં કાલે (ગુરુવારે) સવર્ણ સમાજે ભારત બંધનું એલાન આપ્યું છે. સવર્ણોના આ બંધને ધ્યાનમાં રાખીને દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે, ખાસ કરીને મધ્યપ્રદેશમાંને ધ્યાનમાં રખાયું છે.