LeT કમાન્ડર અબ્દુલ રહેમાન અલ-દાખિલને અમેરિકાએ ગ્લૉબલ આતંકીવાદી જાહેર કર્યો, મુંબઇ હુમલામાં હતો સામેલ
અબ્દુલ રહેમાન હાલ જમ્મુ વિસ્તારમાં આતંકી સગંઠનનો સંભાગીય કમાન્ડર હતો. તે અમેરિકન નામિત વિદેશી આતંકવાદી સંગઠન (FTO) અને લશ્કર-એ-તૈયબાનો લાંબા સમયથી સભ્ય છે. તે 1997 અને 2001 ની વચ્ચે ભારતમાં LeT ના હુમલાનો મુખ્ય સંચાલક હતો.
2016માં તેને જમ્મુના ડિવીજનલ કમાન્ડર બનાવવામાં આવ્યો હતો. અત્યારે તે લશ્કર-એ-તોઇબાનો સિનિયર કમાન્ડર છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે દખિલની યોજના અને આતંકી હુમલાની તૈયારી વિશે કોઈ પણ બાબત જણાવવાનો ઇનકાર કર્યો.
અબ્દુલની અમેરિકી સેનાએ 2004માં ઇરાકમાંથી ધરપકડ કરવામાં આવી હતી. 2014માં પાકિસ્તાન મોકલતા પહેલા તેને ઇરાક અને આફગાનિસ્તાનમાં કેદ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાંથી રિલિઝ થયા પછી દખિલ લશ્કર-એ-તૈયબા સાથે ફરી કામ કરવા લગ્યો હતો.
વોશિંગટનઃ અમેરિકાએ મંગળવારે 2008 માં મુંબઇમાં થયેલા ઘાતક હુમલાના પાછળના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ત્રણ પાકિસ્તાની લોકોની સંપતિ જપ્ત કરી લીધી છે. ઉપરાંત અમેરિકાએ લશ્કર-એ-તૈયબા કમાન્ડર અબ્દુલ રહેમાન અલ-દાખિલને પણ એક સ્પેશ્યલ વૈશ્વિક આતંકી જાહેર કરી દીધો છે.
અમેરિકાએ મંગળવારે ત્રણ આવા આતંકિયો (હેમિદુલ હસન, અબ્દુલ જબ્બાર અને અબ્દુલ રહેમાન અલ-દખિલ)ની સંપતિઓ જપ્તિ કરી છે જે લશ્કર સાથે સંકાળાયેલા છે. હમીદ અને અબ્દુલ જબ્બારની પાસે લશ્કરના પૈસા અને તેમના સદસ્યોને વેતન આપવાની જવાબદારી હતી. 2008માં મુંબઇ થયેલા આતંકી હુમલામાં લશ્કર-એ-તોઇબાનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.