✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

15 ઓગસ્ટ અમેરિકી રાજદૂત પહેરવા માગે છે સાડી, લોકો પાસે માગી મદદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Aug 2017 07:49 AM (IST)
1

એક યુઝરે લખ્યું કે લાલ રંગની કાંજીવરમ સાડી પહેરવાથી તમને સન્માનની નજરથી જોવામાં આવશે પરંતુ સાથે લાલ રંગનો બ્લાઉઝ પહેરવાનું ભૂલશો નહીં. કેટલાકે કહ્યું, તમારા પર જમદાની સારી લાગશે તો કેટલાકે લખ્યું કે તમે કોઇ પણ સાડી પહેરો, બહુ સુંદર લાગશો.

2

લગભગ 90 ટકા લોકોએ તેમને કાંજીવરમ સાડી પહેરવાની સલાહ આપી છે. એક જણે ટસરની પ્રશંસા કરતા લખ્યું કે ઇનડોરમાં સારી લાગશે પરંતુ આઉટડોરમાં તો કાંજીવરમ પહેરો. જ્યારે કેટલાક યુઝર્સે તેમને સંબલપુરી તો કેટલાકે તો મૈસુર સિલ્કની સાડી પહેરવા સુધીની સલાહ આપી દીધી છે.

3

કાર્લસનની ટિ્વટ પર હજારો લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા છે. એક જણે લખ્યું છે કે કાંજીવરમ સાડી ભારત અને અમેરિકા બંને દેશોનો રંગ બતાવે છે. આને પહેરો પરંતુ કાળા રંગનો બ્લાઉઝ પહેરવો જોઇએ નહીં. આનો જવાબ આપતા કાર્લસને કહ્યું કે બિલકુલ, હું વાતનું સંપૂર્ણ ધ્યાન રાખીશ.

4

તેમણે જણાવ્યું કે મેં 4 સાડી પસંદ કરી છે. હવે તમે બતાવો કે 15મી ઓગસ્ટના દિવસે મારે કઇ સાડી પહેરવી જોઇએ. મેરીકે ગુરુવારે કનોટ પ્લેસના ખાદી અને ગ્રામોદ્યોગ સંઘના સ્ટોરમાંથી કેટલીક સાડીઓ પસંદ કરી હતી. અમેરિકી રાજદૂતે જે ચાર સાડીઓ પસંદ કરી છે તે જમદાની, દુપિયન, કાંજીવરમ અને ટસર છે. તેમણે ચારે સાડીઓ પહેરેલા ફોટા શેર કર્યા છે.

5

જોકે ભારતમાં પ્રભારી અમેરિકી રાજદૂત મેરીકે લોસ કાર્લસન સામે એક ગજબ પરેશાની આવી છે. તેઓ આપણા 70મા સ્વતંત્રતા દિવસ એટલે 15મી ઓગસ્ટના દિવસે સાડી પહેરવા માગે છે. પરેશાની છે કે તેઓ કઇ સાડી પહેરે. ટિ્વટર પર તેમણે એક ફોટો અને વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તેઓ કહે છે કે મને નક્કી કરવામાં બહુ પરેશાની થઇ રહી છે કે હું કઇ સાડી પહેરું. મને આશા છે કે પસંદગીમાં તમે મદદ કરશો.

6

નવી દિલ્હીઃ 15 ઓગસ્ટના રોજ ભારતીય સ્વતંત્રતા દિવસની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અવસર પર લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. એવામાં નેતા પણ આ દિવસે માટે ખાસ તૈયારીમાં લાગુ ગયા છે. આ જ કારણ છે કે ભારતમાં અમેરિકાના રાજદૂત 15 ઓગસ્ટ સમારોહને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • 15 ઓગસ્ટ અમેરિકી રાજદૂત પહેરવા માગે છે સાડી, લોકો પાસે માગી મદદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.