વેલેન્ટાઇન ડેનો વિરોધ, બજરંગ દળે ધમકી આપી કહ્યું - જો પ્રેમી-પંખીડા રોમાન્સ કરતાં પકડાશે તો.....
ઉત્તરપ્રદેશની તાજનગરી આગરામાં પણ એક હિન્દુવાદી સંગઠને પ્રેમી પંખીડાને લાકડીથી માર મારી ધમકી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં પણ સ્કૂલ અને કૉલેજોની બહાર કેટલાક પૉસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં લવ જેહાદ અને વેલેન્ટાઇન ડેનો વિરોધ કરવાનું કહેવામાં આવ્યું છે. પૉસ્ટરમાં કોણ લગાવ્યા એ નક્કી નથી પણ પૉસ્ટમાં બજરંગ દળ કર્ણાવતી લખેલું છે.
તામિલનાડુંના કોઇમ્બતુરમાં પણ શક્તિ સેના નામથી એક હિન્દુવાદી સંગઠને રસ્તાં પર ઉતરીને વેલેન્ટાઇન ડેનો વિરોધ કર્યો છે. આને વેસ્ટર્ન કલ્ચર ગણાવ્યું છે.
બજરંગ દળે ચેતાવણી આપી છે કે વેલેન્ટાઇન ડે મનાવવો તમને મોંઘો પડી શકે છે, નાગપુરમાં ધમકી આપી છે કે જો છોકરો કે છોકરી પબ્લિક પ્લેસ પર રોમાન્સ કરતા દેખાશે તો તેમનું લગ્ન કરાવી દેવામાં આવશે.
એડવાઇઝરીમાં લખ્યું છે, ‘’ગયા વર્ષે એવું જોવા મળ્યું છે પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત થઇને યુવાઓ 14 ફેબ્રુઆરીની તારીખને વેલન્ટાઇન ડેના રૂપમાં ઉજવી રહ્યાં છે, આ સમયે વિશ્વવિદ્યાલયમાં મહાશિવરાત્રીનો અવસર છે, જેથી એવા દરેક વિદ્યાર્થીઓને નિર્દેશ છે કે શૈક્ષણિક કેમ્પસ પ્રવેશ કરવો નહીં. જો કેમ્પસમાં બેસવા કે ઘૂસવાનો પ્રયાસ કર્યો તો નિયમ પ્રમાણે કડક કાર્યવાહી કરવામાં આવશે.’’
લખનઉમાં પણ યૂનિવર્સિટીએ પણ ફરમાન જાહેર કરીને વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપી દીધો છે.
14 ફેબ્રુઆરી, બજરંગદળ એકવાર ફરી એક્ટિવ થઇ ગયું છે, બજરંગ દળે વેલેન્ટાઇન ડે ના મનાવવાની ચેતાવણી આપી દીધી છે, આના ઉલ્લંઘન કરનાર કેટલાક શહેરોમાં બજરંગ દળે કપલ્સને માર પણ માર્યો છે.
અમદાવાદમાં બજરંગ દળે વેલન્ટાઇન ડેને ધર્મ સાથે જોડી દીધો છે. રસ્તાંઓ પર પૉસ્ટર લગાવીને વૉર્નિંગ આપી પ્રદર્શન ચાલું કરી દીધું છે.
નવી દિલ્હીઃ આજે 14 ફેબ્રુઆરી, યુવાઓ દેશભરમાં વેલન્ટાઇન ડેની પુરજોશમાં ઉજવણી કરી રહ્યાં છે, ત્યારે કેટલીક જગ્યાએ આનો વિરોધ થયો હોવાનું સામે આવ્યું છે. દેશભરમાં અમદાવાદ, લખનઉ, દિલ્હી, તામિલનાડુમાં અનેક સંગઠનોએ આની ઉજવણી સામે વિરોધ નોંધાવ્યો છે. આગરામાં પ્રેમી પંખીડાને માર મારી ધમકી આપવાની વાત પણ બહાર આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -