✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘ગુજરાતના BJP સાંસદે મને ડિનર પર બોલાવી હવસનો શિકાર બનાવી’, વકીલ યુવતીની ફરિયાદ બાદ કોર્ટે શું કર્યું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Apr 2017 10:08 AM (IST)
‘ગુજરાતના BJP સાંસદે મને ડિનર પર બોલાવી હવસનો શિકાર બનાવી’, વકીલ યુવતીની ફરિયાદ બાદ કોર્ટે શું કર્યું?
1

કોર્ટે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે એક સ્પેશિયલ અધિકારીની નિમણૂક કરવાનો આદેશ કર્યો છે. સાંસદ ડૉ.કે.સી.પટેલ સામે બળાત્કારના આક્ષેપ અંગેની આ અરજી પર હવે 12 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. પટેલને પોતાની સામેના કેસમાં વકીલની જરૂર છે એ બહાને તેમણે આ મહિલા વકીલનો સંપર્ક કર્યો હતો.

2

નવી દિલ્હીઃ ગુજરાતના વલસાડના ભાજપના સાંસદ કે.સી.પટેલ સામે એક મહિલા વકીલે બળાત્કારનો આક્ષેપ મૂકીને કોર્ટમાં ફરિયાદ કરતાં ખળભળાટ મચી ગયો છે. આ બાબતે દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટે નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશન પાસે રિપોર્ટ પણ માંગ્યો છે. કોર્ટે પોલીસ સ્ટેશન પાસે એકશન ટેકન રિપોર્ટ પણ માંગ્યો છે.

3

સાંસદ સામે થયેલી ફરિયાદ અનુસાર પીડિત યુવતી પર પટેલે સાંસદે તેમના સત્તાવાર નિવાસસ્થાન 604 નર્મદા એપાર્ટમેન્ટ ખાતે આ વર્ષની 3 માર્ચે ડિનર પર બોલાવી બળાત્કાર કરવામાં આવ્યો હતો. પટેલે યુવતીને સુપ્રીમ કોર્ટમાં કેસ અપાવવાની લાલચ આપી બોલાવીને હવસનો શિકાર બનાવી હતી તેવો આક્ષેપ યુવતીએ કર્યો છે.

4

આ પીડિતા યુવતીએ એવુ પણ જણાવ્યુ છે કે પટેલે આ સિવાય પણ અનેક વાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેને હવસનો શિકાર બનાવી હતી. આ વાત કોઈને નહીં કહેવાની ધમકી આપી ત પોલીસ પાસે ન જવા પણ જણાવ્યુ હતુ. આ યુવતીએ એવી પણ ફરિયાદ કરી છે કે આ સાંસદે મને મારી નાખવાની ધમકી પણ આપી છે.

5

આ યુવતીએ જણાવ્યુ છે કે, પોલીસે મારી એફઆઇઆર લેવાનો ઇન્કાર કર્યો હતો તેથી હું સીધી કોર્ટમાં જ ગઇ હતી. તેણે એવુ પણ જણાવ્યુ છે કે સાંસદ કે.સી.પટેલે મારા ઉપર અગાઉ અનેક વખત બળાત્કાર કર્યો હતો. આ આક્ષેપોને સાંસદ કે.સી.પટેલે નકાર્યા હતા. આ ફરિયાદ પછી કે.સી. પટેલ ગાયબ થઈ ગયા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • ‘ગુજરાતના BJP સાંસદે મને ડિનર પર બોલાવી હવસનો શિકાર બનાવી’, વકીલ યુવતીની ફરિયાદ બાદ કોર્ટે શું કર્યું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.