વીરપ્પા મોઇલીએ કહ્યું- ‘મણીશંકર-સિબ્બલના નિવેદનથી ગુજરાતમાં થયું નુકશાન’
તેમને કહ્યું કે, ‘’આજે દેશના મોટા નેતાની જેમ લોકો રાહુલ ગાંધીને જુએ છે, જે નરેન્દ્ર મોદીને પડકારી શકે છે, એટલા માટે કોંગ્રેસના દરેક નેતાની ફરજ છે કે કોઇ એવું નિવેદન ના આપે જેનાથી પાર્ટીને નુકશાન પહોંચે.’’
એટલું જ નહીં મોઇલીએ એ પણ કહ્યું કે, ‘’પાર્ટી નેતાઓને એ વાતનો ખ્યાલ હોવો જોઇએ આજે જ્યારે રાહુલ ગાંધી પોતાને રાષ્ટ્રીય રાજનીતિમાં સ્થાપિત કરી ચૂક્યા છે, ત્યારે તેમની મદદ કરવી જોઇએ અને પુરેપુરું સમર્થન આપવું જોઇએ.
વીરપ્પા મોઇલીએ કહ્યું કે, ‘’કપિલ સિબ્બલ અને મણીશંકર ઐય્યરના નિવેદન પર પાર્ટીને નુકશાન થયું છે. વડાપ્રધાન મોદીએ આ બન્ને નેતાઓના નિવેદનનો વધુ ઉપયોગ કર્યો. ચૂંટણીમાં જીત માટે પીએમ મોદીએ નીચા સ્તર સુધી જઇને આ નિવેદનોનો ઉપયોગ કર્યો છે,’’ તેમને વધુમાં કહ્યું કે, ‘’મને નથી લાગતુ કે આ દેશના વડાપ્રધાન ચૂંટણી જીતવા ક્યારેય આટલા નીચા સ્તરે ગયા હોય.’’
નવી દિલ્હીઃ ગુજરાતમાં કોંગ્રેસમાં સત્તામાં તો નથી આવી શકી પણ ચૂંટણીના મેદાનમાં ભાજપને જબરદસ્ત ટક્કર આપી છે. જોકે હવે હારને લઇને કોંગ્રેસ પાર્ટીમાં અંદરોઅંદર ઘર્ષણ થવાનું શરૂ થઇ ગયું છે. કોંગ્રેસના મોટા નેતા વીરપ્પા મોઇલીએ પીએમ મોદીને લઇને કહ્યું કે, મણીશંકર ઐય્યરના નીચ વાળા અને સિબ્બલના રામ મંદિર કેસની મુદ્દત ટાળવાના નિવેદનથી પાર્ટીને નુકશાન પહોંચ્યું છે.
વીરપ્પા મોઇલીએ પાર્ટી નેતાઓને સૂચના પણ આપી દીધી છે કે, આજે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાને રાષ્ટ્રીય રાજનીતિમાં સ્થાપિત કરી ચૂક્યા છે અને દેશ તેમને મોટા નેતાની જેમ જોઇ રહ્યો છે, ત્યારે કોંગ્રેસના નેતાઓએ એવા કોઇ સ્ટેટમેન્ટ ના આપવા જોઇએ જેથી પાર્ટીને નુકશાન થાય.