✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

તોગડિયા અને ભાજપ વિવાદમાં VHP નેતાઓએ કરી RSSને મધ્યસ્થીની માંગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jan 2018 11:39 AM (IST)
1

જોકે, પ્રવિણ તોગડિયા પર વિશ્વ હિન્દુ પરિષદ પણ તેનાથી દુર ભાગી રહ્યું છે. અલ્હાબાદમાં માઘ મેળામાં 29 જાન્યુઆરીએ થનારી વીએચપીની માર્ગદર્શક મંડળની બેઠક અને સંત સંમેલનમાં તોગડિયાના મુદ્દે કોઇ ચર્ચા નહીં થાય. તોગડિયાએ પીએમ મોદી પર તેમના વિરુદ્ધ કાવતરાં રચવાનો આરોપ લગાવ્યો છે. વીએચપી પોતાના જ આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગડિયાના આરોપો પર ખુલીને નથી બોલી રહ્યું. તોગડિયા પણ માર્ગદર્શક મંડળની યોજાનારી બેઠકમાં સામેલ નહીં થાય.

2

સુત્રો અનુસાર, તોગડિયાના આરોપો પર ના વીએચપી કે ના આરએસએસ કંઇ બોલવા તૈયાર છે. આવામાં હવે વીએચપી નેતા આરએસએસ સાથે મધ્યસ્થી કરવાની માંગ કરી રહ્યાં છે.

3

કહેવાઇ રહ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પર દબાણ વધી રહ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપના મોટા નેતાઓની વચ્ચે વાતચીતની શરૂઆત ખુદ મોહન ભાગવત અને ભૈય્યાજી જોશી કરે. રિપોર્ટ્સ છે કે લૉકલ લેવલે વીએચપી-ભાજપની વચ્ચે વાતચીત સારી છે પણ મોટા નેતાઓ વચ્ચે બંધ છે.

4

દરેક જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જિલ્લાઅધિકારીઓને પત્ર લખી રહ્યાં છે. પત્રમાં લખવામાં આવી રહ્યું છે કે આખો હિન્દુ સમાજ પ્રવિણ તોગડિયા સાથે જે થયું તેનાથી ચિંતિત છે. આવામાં સમાજને જોવામાં આવે. બાદમાં આ પત્ર રાષ્ટ્રપતિને પણ મોકલવામાં આવશે.

5

નવી દિલ્હીઃ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પ્રવિણ તોગડિયાના વિવાદમાં વીએચપી નેતાઓએ આરએસએસ સાથે મધ્યસ્થીની માંગ કરી છે. પ્રવિણ તોગડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમના વિરુદ્ધ કાવતરા રચવાનો આરોપ લગાવ્યો છે. તોગડિયાએ ગુજરાતના જૉઇન્ટ કમિશ્નર જે કે ભટ્ટ અને પીએમ મોદીની કૉ઼લ ડિટેલ સાર્વજનિક કરવાની માંગ કરી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • તોગડિયા અને ભાજપ વિવાદમાં VHP નેતાઓએ કરી RSSને મધ્યસ્થીની માંગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.