વિજય માલ્યા ભારત આવશે કે નહી? બ્રિટન કોર્ટમાં 31 જૂલાઈએ આવશે ચુકાદો
આ વર્ષે જૂનમાં વિજય માલ્યાએ દાવો કર્યો હતો કે તેણે લોન ચૂકવવા માટે તેણે પુરતા પ્રયાસ કર્યા હતા. આ સંદર્ભમાં તેણે પીએમ મોદી અને નાણા મંત્રી અરૂણ જેટલીને પત્ર પણ લખ્યો, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. સાથે જ માલ્યાએ કહ્યું, બેંકોએ તેને પોસ્ટર બોય તરીકે રજૂ કર્યો છે. પરિસ્થિતિ એવી થઈ છે કે મારૂ નામ સાંભળતા જ લોકોમાં ગુસ્સો ભડકી ઉઠે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિજય માલ્યાએ એ પણ કહ્યું છે કે તે બેંકોના બાકી લેણા ચૂકવવા માટે તૈયાર છે. પરંતુ જબરદસ્તીથી સંપત્તિ જપ્ત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. બ્રિટનની કોર્ટે જે આદેશ આપ્યો છે તેમાં કોઈ ફરક નહીં પડે કારણ કે બ્રિટનની મોટાભાગની સંપત્તિઓ તેના પરિવારના નામ પર છે અને પરિવારની સંપત્તિને કોઈ સ્પર્શ પણ ન કરી શકે.
વિજય માલ્યાના ભારતમાં પ્રત્યાર્પણને લઈને સીબીઆઈ અને ઈડીની અરજી પર લાંબા સમયથી સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન માલ્યાએ સીબીઆઈના સાક્ષીઓને લઈને કોર્ટમાં સવાલ ઊભા કર્યા હતાં. આ અગાઉ લંડન કોર્ટ માલ્યાને સંપત્તિ જપ્ત કરવાના મામલે આંચકો આપી ચૂકી છે.
નવી દિલ્હી: ભારતીય બેંકોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ભાગી ગયેલા કારોબારી વિજય માલ્યાને ભારત પાછા લાવવામાં ભારતીય એજન્સીઓને બહુ જલદી મોટી સફળતા મળી શકે છે. સૂત્રોનો દાવો છે કે વિજય માલ્યાના પ્રત્યાર્પણનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. અત્રે જણાવવાનું કે વિજય માલ્યાને ભારતમાં પ્રત્યાર્પણ કરાવવાના મામલે 31 જુલાઈએ અંતિમ દલીલ હાથ ધરાવવાની છે. આ જ દિવસે વિજય માલ્યાના પ્રત્યાર્પણ પર ચુકાદો આવવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. અંતિમ દલીલ દરમિયાન 31 જુલાઈના રોજ સીબીઆઈ અને ઈડીના અધિકારીઓને લંડન કોર્ટમાં હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -