રાહુલ ગાંધી લગ્ન કરે તો 100 રૂપિયાનું ચાંલ્લાનું કવર હું પહોંચાડીશ, ભાજપના ક્યા ટોચના નેતાઓ કરી આ કોમેન્ટ
ઇન્દોરઃ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મહૂના ધારાસભ્ય કૈલાશ વિજયવર્ગીયએ એકવાર ફરીવાર વિવાદીત નિવેદન આપ્યું છે. આ વખતે વિજયવર્ગીયએ કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન લગાવ્યું છે. વાસ્તવમાં તાજેતરમાં જ દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર લખ્યુ હતું કે, દેશભરમાં લાખો લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. સરકાર પાસેથી આશા રાખી રહ્યા છે, 1000 અને 500 જૂની નોટ પર પ્રતિબંધ લગાવવાને કારણે લોકોની ખુશીઓમાં કોઇ અડચણ ના આવે.
એટલું જ નહીં કૈલાશ વિજયવર્ગીયે એક પોસ્ટરમાં ટ્વિટ કરતા લખ્યુ હતું કે, લોકહીતમાં લેવામાં આવેલા સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવવો, બ્લેકમની અને બ્લેકમની રાખનારા લોકોને સમર્થન આપવું. રહી વાત લગ્નના શગુનની તો દિગ્વિજય જી, જે દિવસે રાહુલ ગાંધીના લગ્ન થશે તો 101 રૂપિયાનો ચાંદલો હું મોકલીશ.
જેના જવાબમાં કૈલાશ વિજયવર્ગીયે સોશિયલ મીડિયા પર લખ્યુ હતું કે, દિગ્વિજયીના પેટમાં મરોડ સ્વાભાવિક છે. તમે જે જોયું, કર્યું તે દુર્ગુણ તમારામાં જોવા મળશે. કારણ કે રમત રમવી તમારી પાર્ટીની વિશેષતા છે.