વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળને CIA એ ગણાવ્યા ધાર્મિક ઉગ્રવાદી સંગઠન

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શાખા વિશ્વ હિંદુ પરિષદ(વિહિપ) અને બજરંગ દળને અમેરિકાની ગુપ્ત એજન્સી સેન્ટ્રલ ઇન્ટેલીજેન્સ એજન્સી (સીઆઇ)એ ધાર્મિક ઉગ્રવાદી સંગઠન ગણાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જણાવી દઇએ કે, સીઆઇએ એ વિશ્વ હિંદૂ પરિષદ અને બજરંગ દળને પોલિટિકલ પ્રેશર ગ્રુપ અને લીડર્સ કેટેગરી અંતર્ગત ધાર્મિક ઉગ્રવાદી સંગઠન ગણાવ્યા છે. જ્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને રાષ્ટ્રવાદી સંગઠન ગણાવ્યું છે. વિહિપ અને બજરંગ દળ સિવાય જમીયત અલેમાં-એ-હિંદને એક ધાર્મિક સંગઠનની સંજ્ઞા આપવામાં આવી છે. કાશ્મીરના ઓલ પાર્ટી હુર્રિયત કૉંન્ફ્રેન્સને અલગાવવાદી સંગઠન તરીકે દર્શાવ્યું છે.

જો કે આ બંને સંગઠનોએ તેના પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. બન્ને સંગઠનોએ કહ્યું છે કે સીઆઇએ અમારા સંગઠનની ખોટી વ્યાખ્યા કરી છે. અમે તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા પર વિચાર કરી રહ્યા છે. જેના માટે કાયદાના વિશેષજ્ઞ સાથે પણ વાત કરી છે અને જલ્દીજ અમે અમારા ઉપર લગાવવામાં આવેલી ટેગને દૂર કરીશું.
ધ પ્રિન્ટ પ્રમાણે સીઆઇએ હાલમાં જ પોતાની વર્લ્ડ ફેક્ટબુક અપડેટ કરીને પબ્લિશ કરી છે. જેમા વિહિપ અને બજરંગ દળને ધાર્મિક ઉગ્રવાદી સંગઠન તરકી દર્શાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -