વિવેક હત્યાકાંડ: આરોપી કોન્સ્ટેબલના સમર્થનમાં ‘કાળો દિવસ’ ઉજવવા પર 6 પોલીસકર્મી સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે કે, લખનઉમાં એક પોલીસ કોન્સ્ટેબલે એપલના એરિયા મેનેજરને થોડા દિવસ પહેલા ગોળી મારી હત્યા કરી દીધી છે. જેને લઈને લખનઉ પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. મૃતકના સહયોગીએ જણાવ્યું કે, પોલીસ કોસ્ટેબલ ચેકિંગ દરમિયાન વિવેક તિવારીને ગોળી મારી દીધી હતી. જો કે, પોલીસે સ્વબચાવ માટે ગોળી ચલાવી હોવોનું જણાવ્યું હતું.
બેઠક બાદ ડીજીપીએ ત્રણ ઇન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સાથે અન્ય પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે મોડી રાત સુધી આ મામલે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આ તસ્વીરો મીડિયામાં આવ્યા બાદ પોલીસ તંત્રથી લઈને સરકાર સુધી હડકંપ મચી ગઈ હતી. જેને પગલે ગંભીરતા લેતા સાંજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુખ્ય સચિવ ગૃહ અરવિંદ કુમાર અને ડીજીપી ઓપી સિંહને બોલાવીને જાણકારી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, આરોપી પ્રશાંતના સમર્થનમાં પોલીસ કર્મચારી સંગઠને પાંચ ઓક્ટોબરે કાળો દિવસ તરીકે ઉજવવાનું એલાન કર્યું હતું. જેને લઈને મોટી સંખ્યામાં આજે પોલીસકર્મીઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
યૂપીના ડીજીપીએ અલીગંજના પ્રભારી નિરીક્ષક અજય યાદવ, નાકા પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક પરશુરામ સિંહ અને ગુડંબા પોલીસ સ્ટેશનના નિરીક્ષક ધર્મેશ શાહીને સસ્પેન્ડ કરી દીધા છે. તે સિવાય ત્રણ પોલીસકર્મી ગૌરવ ચૌધરી, સુમિત કુમાર અને જિતેન્દ્ર કુમાર વર્માને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે.
લખનઉ: વિવેક હત્યાકાંડમાં આરોપી કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરી અને સંદીપ કુમારના સમર્થનમાં ‘કાળો દિવસ’ ઉજવનારા પોલીસકર્મીઓ પર મોડી સાંજે ડીજીપી ઓપી સિંહે તવાઈ બોલાવી હતી. આ મામલે કાર્યવાહી કરતા ત્રણ પોલીસ અધિકારી અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધાં છે.