ભાજપને ફટકોઃ ક્યા રાજ્યની પેટાચૂંટણીમાં કોંગ્રેસ સામે થઈ કારમી હાર ? જાણો વિગત
ભાજપે પ્રથમ રાઉન્ડમાં સરસાઈ મેળવી હતી પરંતુ તે પછીના તમામ રાઉન્ડમાં ભાજપ પાછળ રહ્યો હતો. મતગણતરી ચાલુ હતી ત્યારે જ ભાજપના ઉમેદવાર શંકર દયાળ ત્રિપાઠીએ હાર સ્વીકારી લેતાં કહ્યું કે, મત ગણતરી ચાલુ છે અને સીટ કોંગ્રેસને મળી રહી છે. અમે અહીંયાં મતદારોનો મૂડ પારખી ન શક્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ તરફથી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે છેલ્લા વખતે પ્રચારની કમાન સંભાળી હતી. તેમણે અનેક સભાઓ અને રોડ શૉ કર્યા હતા. કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લેવા ભાજપે પૂરી તાકાત લગાવી દીધી હતી છતાં ભાજપ ના જીતતાં તેને ફટકો પડ્યો છે.
ભોપાલઃ મધ્યપ્રદેશમાં ચિત્રકૂટ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની કોંગ્રેસ સામે કારમી હાર થતાં ભાજપને ફટકો પડ્યો છે. મત ગણતરી પ્રક્રિયામાં 19 રાઉન્ડ બાદ ભાજપના ઉમેદવાર શંકર દયાળ ત્રિપાઠી સામે કોંગ્રેસના ઉમેદવાર નીલાંશુ ચતુર્વેદીએ 14,333 વોટથી જીત મેળવી હતી.
ચિત્રકૂટમાં 9 નવેમ્બરે વોટિંગ થયું હતું. આશરે 65.07% લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મુખ્ય મુકાબલો રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના શંકરદયાલ ત્રિપાઠી અને મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસના નીલાંશુ ચતુર્વેદી વચ્ચે હતો. બંને પાર્ટીઓએ આ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું.
મધ્ય પ્રદેશ ભાજપ અધ્યક્ષ નંદ કુમાર ચૌહાણે હાર સ્વીકારી લેતાં કહ્યું કે ભાજપના હારની સમીક્ષા કરશે. આ સીટ કોંગ્રેસના ધારાસભ્ય પ્રેમસિંહના અવસાન બાદ ખાલી થઇ હતી. છેલ્લાં 27 વર્ષોમાં આ સીટ પર 6 વાર ચૂંટણી થઇ છે, પરંતુ ભાજપને ફક્ત એકવાર જીત મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -