PICS: વેડિંગ ઓન વ્હીલ્સ! દેશની સૌથી લક્ઝુરિયસ ટ્રેનમાં હવે થશે લગ્ન, જાણો કેટલો થશે ખર્ચ
નવી દિલ્લી: જો ડેસ્ટીનેશન વેડિંગ તમારુ સપનું હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. લક્ઝુરિયસ ટ્રેન મહારાજા એક્સપ્રેસ ‘ટ્રાવેલ ટુ અ ડેસ્ટિનેશન વેડિંગ’ લઈને આવી રહી છે.
આ ટ્રેનમાં 24 કોચ છે અને 43 ગેસ્ટ કેબિન છે. જ્માં 20 ડિલક્સ, 18 જુનિયર સ્વીટ્સ, 4 સ્વીટ્સ અને એક પ્રેસિડેંશિયલ સ્વીટ છે. આઠ દિવસની હેરિટેજ ઈંડિયા ટુર માટે એક વ્યક્તિનું ભાડુ 6,840 ડોલર (આશરે 4.5 લાખ રૂપિયા) અને પ્રેસિડેંશિયલ સ્વીટ માટે 23,700 ડોલર (15.8 લાખ) રૂપિયા છે.
લગ્ન ઉપરાંત આઈઆરસીટીસી કોર્પોરેટ ઈવેંટ્સ અને બોલીવુડને પણ મહારાજા એક્સપ્રેસ સાથે જોડવા માગે છે. IRCTC વેસ્ટ ઝોનના પિનાકીન મોરાવાલાએ જણાવ્યું કે અમે દેશની સૌથી લક્ઝુરિયસ ટ્રેનમાં કોર્પોરેટ ઈવેંટ્સ, ફિલ્મના શૂટ અને ફેશન ઈવેંટ્સ વગેરે હોસ્ટ કરવા અંગે પણ વિચાર કરી રહ્યા છે.
આઈઆરસીટીસીના અધિકારીએ જણાવ્યુ કે અહીં બધુ જ બેસ્ટ હશે. અને એક્સપર્ટ્સ વર-વધૂ અને તેમના પરિવાર માટે આ પ્રસંગને યાદગાર બનાવશે. અમે દરેક વિગત પર કામ કરી રહ્યા છે. આ પેકેજને ઓન ડિમાંડ લૉંચ કરવામાં આવશે. અમને આશા છે કે આ સફળ રહેશે.
ભારતીય રેલવે અને ટુરિઝમ કોર્પોરેશન વેડિંગ ઓન વ્હીલ માટે એક પેકેજ લાવવા અંગે વિચાર કરી રહી છે. જેમાં એક અઠવાડિયા સુધી આ લક્ઝુરિયસ ટ્રેનમાં લગ્નની વિધિ અને અલગ-અલગ ડેસ્ટીનેશન કવર કરવામાં આવશે.
આ વેડિંગ કમ ટુર પેકેજની કિંમત પણ ઘણી વધારે છે. 88 મહેમાનો માટે આઠ દિવસની હેરિટેજ ઓફ ઈંડિયા ટુર લક્ઝરી વેડિંગ પેકેજની કિંમત 5.5 કરોડ રૂપિયા છે. આ ટુર મુંબઈથી દિલ્લી સુધી મુસાફરી કરે છે, જેમાં અજંતા, ઉદેયપુર, જોધપુર, બીકાનેર, જયપુર, રણથંભોર અને આગ્રા આવરી લેવામાં આવે છે. આ ઉપરાંત પનોરમા ટુર પેકેજ દિલ્લીથી જયપુર, આગ્રા, ગ્વાલિયર, ખજુરાહો, વારાણસી અને લખનૌથી પાછા દિલ્લી લાવે છે.