ચંદ્રબાબૂ નાયડૂની જેમ મમતા બેનર્જીએ પણ પશ્ચિમ બંગાળમાં CBI માટે કરી નો-એન્ટ્રી
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂના નિર્ણયનું સમર્થન કર્યું હતું. તેમને કહ્યું હતું કે, ચંદ્રબાબૂ નાયડૂએ યોગ્ય નિર્ણય કર્યો છે. ભાજપ પોતાના રાજકીય હીતો અને દુશ્મની માટે સીબીઆઈ સહિતની એજન્સીઓનો ઉપયોગ કરે છે.
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ રાજ્યમાં સીબીઆઈને છાપો મારવા માટે આપેલી ‘સામાન્ય પરવાનગી’ને પાછી ખેંચી લીધી છે. આ પહેલા આંધ્ર પ્રદેશમાં પણ સીબીઆઈ પર નોએન્ટ્રી કરવામાં આવી છે. ચંદ્રાબાબૂ નાયડૂએ રાજ્યમાં સીબીઆઈ પર નો એન્ટ્રી કરી છે. રાજ્યના સચિવાલના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. પશ્ચિમ બંગાળ પહેલા આંધ્ર પ્રદેશ સરકારે પણ આ પ્રકારનો નિર્ણય કર્યો હતો.
પશ્ચિમ બંગાળમાં 1989માં તત્કાલીએન વામ મોર્ચા સરકારે સીબીઆઈને માન્યતા આપી હતી. અધિકારીએ નામ જાહેર ના કરવાની શરતે જણાવ્યું છે કે, આજે અધિસૂચના બાદ સીબીઆઈએ હવેથી અદાલતના આદેશ ઉપરાંતના અન્ય મામલાઓમાં કોઈ પણ પ્રકારની તપાસ કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. સીબીઆઈ દિલ્હી સ્પેશિયલ પોલીસ એક્ટ કાયદા અનુસાર કામ કરે છે. આંધ્ર પ્રદેશની ચંદ્રબાબૂ નાયડૂ સરકારે સીબીઆઈને અન્ય રાજ્યોમાં દરોડા પડવાની અને તપાસ કાર્યવાહી હાથ ધરવા માટે આપવામાં આવેલી ‘સામાન્ય મંજૂરી’ પાછી ખેંચી લીધી છે.