પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોના ટ્રેન્ડ પર બોલી મમતા બેનર્જી, કહ્યું કે સેમિફાઇનલમાં સાબિત થયુ કે ભાજપ......
મમતા બાદમાં એક ટ્વીટ કરીને કહ્યું કે લોકોએ ભાજપના વિરુદ્ધમાં મત આપ્યા, આ જનાદેશ છે અને આ દેશના લોકોની જીત છે. આ લોકશાહીની જીત છે અને અન્યાય, અત્યાચાર, સંસ્થાઓની બરબાદી, એજન્સીઓનો દુરપયોગ, ગરીબ લોકો, ખેડૂતો, યુવાનો, દલિતો, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો (ઓબીસી), અલ્પસંખ્યકો તથા સામાન્ય વર્ગ માટે કોઇ કામ ના કરવાના વિરુદ્ધમાં મળેલી જીત છે.
મતગણતરી પર પોતાની પ્રતિક્રિયા આપતા મમતા બેનર્જીએ ભાજપ પર પ્રહાર કર્યો, કહ્યું કે, 2019માં યોજાનારી સત્તાની ફાઇનલ મેચ પહેલા સેમિફાઇનલમાં બીજેપી ક્યાંક પણ દેખાતી નથી અને લોકશાહીમાં મેન ઓફ ધ મેચ હંમેશા જનતા હોય છે.
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો માટેના ટ્રેન્ડને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર કટાક્ષ કર્યો છે. ભાજપને આડેહાથે લેતા મમતાએ કહ્યું કે, આ સત્તાની સેમિફાઇનલ છે અને બીજેપી હાર્યુ છે.