લાંચ ન આપતા ટીએમસીના નેતાએ મહિલા પર કર્યો બળાત્કાર, કરાઇ ધરપકડ
આ બનાવ 30 સપ્ટેમ્બરે કોલકાતાના નંદીગ્રામના સુબદી ગામમાં બન્યો હતો. પીડિત મહિલાએ 2 ઓક્ટોબરે ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદ બાદ મેડિકલ રિપોર્ટમાં બળાત્કાર ગૂજાર્યાની સ્પષ્ટતા થઈ હતી. અને મહિલાની જુબાની પણ લેવામાં આવી છે.
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસના એક નેતાની બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. 30 વર્ષની મહિલાનો આરોપ છે કે, ફંડ હાઉસિંગ યોજના પ્રમાણે મળેલી લોનના બદલે ટીએમસી નેતાએ તે મહિલા પાસેથી લાંચ માગી હતી. લાંચ આપવાનો ઈનકાર કરતા ટીએમસી નેતાએ તેના બળાત્કાર કર્યો હતો.
પૂર્વ મેદિનાપુર પોલીસ સ્ટેશનમાં એસપી આલોક રાજોરિયાએ કહ્યું કે, પીડિતાની ફરિયાદ પર ટીમસી નેતા અસિત હાજરા(45)ની સોમવારે રાતે ધરપકડ કરવામાં આવી છે.
મહિલાએ પોલીસને જણાવ્યું, “અસિત હાજરાએ કહ્યું કે જો હું રૂપિયા નહી આપું તો તારી ઈજ્જત બર્બાદ કરી દેશે. તેણે ધમકી પણ આપી હતી કે જો તે પોલીસને આના વિશે જણાવશે તો તે મારા પરિવારને મારી નાખશે.” ત્યાં ટીએમસીએ આ અંગે અસિત હાજરાનો બચાવ કર્યો હતો. ટીએમસી નેતા અને અમ્દાબાદમાં ગ્રામપંચાયત પ્રધાન મહિમ જ્ઞાને કહ્યું કે અમારો કોઈ પણ નેતા આવા ગુનામાં સામેલ નથી. વિપક્ષ પાર્ટીના લોકો અમારી પાર્ટીને બદનામ કરવા માટે આવા આરોપ લગાવી રહ્યા છે.
પોલીસ અનુસાર, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે, તેણે ઈન્દિરા આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે 40 હજાર રૂપિયાની લોન લીધી હતી. ટીએમસી નેતા હાજરાએ લોન આપવાના બદલામાં 10 હજાર રૂપિયાની લાંચ માગી હતી.