'પદ્માવત' સામે મોરચો માંડનારી કરણી સેના અને લોકેન્દ્રસિંહ કાલવી કોણ છે? કઈ ફિલ્મી હસ્તી પર કરેલો હુમલો?
આ મંચે 2003ની વિધાનસભાની ચૂંટણી પણ લડી. તેનો મુખ્ય મુદ્દો રાજપૂતોની સાથે અન્ય સવર્ણ જાતીઓઓને અનામત આપવાનો હતો. જોકે ચૂંટણીમાં મંચને માત્ર એક સીટ જ મળી હતી. દેવી સિંહ ભાટી જ ચૂંટણી જીતી શક્યા અને બાદમાં તે ફરી ભાજપમાં જોડાઈ ગયા હતા.
જોકે મોટાભાગના સમયે આ સંગઠનનું નામ ખોટા કારણોસર જ સામે આવ્યું છે. કરણીસેનાના સભ્યોએ જોધા-અકબર સીરિયલને લઈને જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં એકતા કપૂર પર હુમલો કર્યો હતો. સાથે જ જયપુરમાં ઝી ન્યૂઝની ઓફીસમાં તોડફોડ અને પત્રકારો સાથે મારપીટ કરી હતી.
કરણી સેનાની સ્થાપના લોકેન્દ્રસિંહ કાલવીએ વર્ષ 2006માં કરી હતી. તેની રચનાનો મુખ્ય આધાર અનામત હતો. પરંતુ ત્યાર બાદ 11 મુખ્ય ઉદ્દેશ નક્કી કરવામાં આવ્યા. તેમાં ઈતિહાસ સાથે છેડછાડ પર કડક વિરોધ, રાજપૂત અનામત, રાજપૂતોમાં એકતા, રાજપૂત મહિલાઓને શિક્ષણ આપવા અને આત્મનિર્ભર બનાવવા જેવા મુદ્દા સામેલ હતા.
આ સંગઠન વિવાદમાં આવ્યું હોય એવી આ પ્રથમ ઘટના નથી. આ સંગઠને 2008માં આશુતોષ ગોરાવિરકરની ફિલ્મ જોધા અકબરને લઈને પણ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધને કારણે જોથા-અકબર રાજસ્થાનમાં રિલીઝ થઈ શકીન હતી.
કલ્યાણ સિંહ કેન્દ્રમાં ચંદ્રશેખરની સરકારમાં મંત્રી રહ્યા હતા. કરણી સેનાનો મુખ્ય આધાર, જયપુર, નાગૌર, સીકર જિલ્લામાં છે. જોકે રાજસ્થાનના તમામ જિલ્લામાં કાર્યકારિણી બનાવેલી છે.
વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી પહેલા કાલવી બસપાની સાથે જોડાઈ ગયા. પરંતુ આ વખતે પણ ચૂંટણી તેમને ફાવી નહીં. કાલવીએ એક વખત બાડમેર-જૈસલમેર સીટથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીટ પરથી તેમના પિતા કલ્યાણ સિંહ કાલવી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
2008ની વિધાનસભાની ચૂંટણી પહેલા કાલવી કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. તેમને આશા હતી કે વિધાનસભા કે બાદમાં લોકસભાની ટિકિટ તેમને મળશે. પરંતુ કોંગ્રેસે તેને ઉમેદાવર ન બનાવ્યા. ત્યાર બાદ કાલવી ઘણાં સુધી હાંસિયામાં ધકેલાઈ ગયા પરંતુ કરણી સેના કામ કરતી રહી.
આ સભાના ભાગ રૂપે એક વખત જયપુરમાં એક મોટી સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ રાજપૂત નેતાઓમાં બે ભાગમાં વહેંચાઈ જતા તે નિષ્ફળ રહી હતી. કાલવી અનામત મુદ્દે રાજપૂતોની એક થવાની માગ કરતા રહ્યા છે.
જ્યારે કાલવી રાજપૂત કરણી સેના સાથે જ જોડાયેલા રહ્યા. કાલવીને વસુંધરા રાજે સાથે હંમેશા 36નો આંકડો રહ્યો છે. રાજેના રાજસ્થાનના મુખ્યમંત્રીના પ્રથમ કાર્યકાળ દરમિયાન ઘણી વખત કાલવીએ કરણી સેનાની રેલીઓ અને અનામતની માગ કરી હતી.
નવી દિલ્હીઃ ભણશાલી પર હુમલો કરનાર સંગઠન રાજપૂત કરણી સેનાનો જન્મ રાજપૂત આરક્ષણ અને ભાજપ વિરોધ અંતર્ગત થયો હતો. કરણી સેનાની રચનાનો પાયો અંદાજે 13.5 વર્ષ પહેલા નાંખવામાં આવ્યો હતો. તે સમયે લોકન્દ્ર સિંહ કાલવીએ ભાજપના બળવાખોર નેતા દેવા સિંહ ભાટીની સાથે મળીને સામાજિક ન્યાય મંચ બનાવ્યું.