નરેન્દ્ર મોદીએ કુંવરજી બાવળિયાને દિલ્હી બોલાવ્યા ત્યારે શું આપી હતી ખાસ સૂચના?
કુંવરજી બાવળિયા આ પહેલાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા. બાવળિયાએ એ રીતે પોતાની રાજકીય તાકાત પુરવાર કરી હતી. આ સંજોગોમાં બાવળિયા રાજકોટ બેઠકની ચૂંટણીના ઈન્ચાર્જ તરીકે શ્રેષ્ઠ પસંદગી છે એ જોતાં મોદીએ તેમને સૂચના આપી હોવાની શક્યતા પ્રબળ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ લોકસભા મતવિસ્તારમાં કોળી અને પાટીદાર મતદારોની બહુમતી છે. કુંવરજી બાવળિયા હવે ભાજપમાં છે તેથી કોળી મતદારો સાગમટે ભાજપને મત આપે તે માટે મચી પડવા તેમણે સૂચના આપી હોવાનું મનાય છે. બાવળિયાને લોકસભા ચૂંટણીમાં રાજકોટનો હવાલો સોંપાય તેવી પણ શક્યતા છે.
ભાજપ સત્તાવાર રીતે આ અંગે કશું કહેવા તૈયાર નથી પણ એવ વાતો ચાલી રહી છે કે, તાજેતરમાં વિજય રૂપાણી સરકારના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા નવી દિલ્હી મોદીને મળવા ગયા ત્યારે મોદીએ તેમને આ મેસેજ આપી દીધો હતો. મોદીએ બાવળિયાને આ માટે જ દિલ્હી બોલાવ્યા હતા એવી પણ ચર્ચા છે.
રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની લોકસભા બેઠક બદલવાના છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પર પસંદગી ઉતારે તેવી શક્યતા છે. મોદી હાલમાં વારાણસી લોકસભા બેઠકના સંસદસભ્ય છે. મોદી પોતાની બેઠક બદલે તેવી શક્યતા છે અને રાજકોટમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા હોવાના અહેવાલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -