બજેટમાં ખેડૂતો માટે થઇ આ ત્રણ મોટી યોજનાઓની જાહેરાત, ખેડૂતોને કેટલો થશે લાભ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Feb 2019 01:05 PM (IST)
1
પશુપાલન માટે પણ ક્રેડિટ કાર્ડઃ-- પશુપાલન માટે પણ હવે ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવશે. પશુપાલન અને મત્સ્ય માટે લૉનમાં 2 ટકા વ્યાજની છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
2
પ્રધાનમંત્રી કિસાન યોજનાઃ-- પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને હવે દર વર્ષે છ હજાર રૂપિયા મળશે. પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે. 2 હેક્ટરથી વધુ જમીન પર ખેતી પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત આવશે.
3
કામધેનુ યોજનાઃ-- પિયુષ ગોયલે આ વખતે ખેડૂતો અને ગામડાઓને લઇને કામધેનુ યોજનાની જાહેરાત કરી છે, કામધનું યોજના પર સરકાર 750 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
4
નવી દિલ્હીઃ મોદી સરકારના મંત્રી પિયુષ ગોયલે 2019નું બજેટ રજૂ કરતાં એવી યોજનાઓની જાહેરાત કરી કે, જે સીધુ ગ્રામીણ ભારત અને ખેડૂતો સાથે જોડાયેલી હોય, ગોયલે ત્રણ નવી સરકારી યોજનાઓ લાવવાની વાત કહી.