✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

WhatsApp મેસેજઃ 5 મહિનાથી જેલમાં બંધ છે એડમિન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jul 2018 10:03 AM (IST)
1

રાજગઢના એસપી સિમાલા પ્રસાદ અને આ કેસની તપાસ કરી રહેલ યુવરાજ સિંહ ચૌહાણે કહ્યું, જુનૈદના પરિવાજનોએ પહેલા એ જણાવ્યું ન હતું કે તે ડિફોલ્ટ એડમિન હતો. હવે કોર્ટમાં કેસ ગયા પછી તેઓ આ વાત જણાવી રહ્યા છે. જુનૈદના પરિવારજનોની પાસે આ દાવાના પુરાવા હોય તો રજુ કરે. અમે હાલ તપાસ કરી રહ્યા છીએ અને ઇરફાનની પણ ધરપકડ કરવામાં આવી છે.

2

પોલીસ અનુસાર કાર્રવાઈ સમયે જુનૈદ જ વોટ્સએપ ગ્રુપનો એડમિન હતો. જ્યારે જુનૈદના પરિવાજનો જણાવ્યું કે, વાસ્તવિક એડમિને ગ્રુપ છોડી દીધા બાદ જુનૈદ ડિફોલ્ટ એડમિન બની ગયો. જુનૈદના ભાઈ ફારૂખે જણાવ્યું, આપત્તિજનક પોસ્ટ શેર કરતા સમયે એડમિન જુનૈદ ન હતો. દેશદ્રોહનો કેસ હોવાને કારણે કોર્ટે પણ જામીન આપવાની ના પાડી દીધી અને આ કારણે તે પરીક્ષા પણ ન આપી શક્યો. અમે સીનિયર પોલીસ અધિકારીઓની સાથે સીએમ હેલ્પલાઈન પર પણ ફરિયાદ નોંધાવી છે, પરંતુ અમારું કોઈએ સાંભળ્યું નહીં.

3

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશા રાજગઢ જિલ્લાના રહેવાસી એક 21 વર્ષીય યુવક કોઈ અન્ય દ્વારા ફોરવર્ડ કરવામાં આવેલ વોટ્સએપ મેસેજને કારણે વિતેલા 5 મહિનાથી જેલમાં બંધ છે. આરોપી યુવકના પરિજનોનું કહેવું છે કે, આપત્તિજનક મેસેજ ફોરવર્ડ કર્યા બાદ વાસ્તવિક એડમીને ગ્રુપ છોડી દીધું અને પોલીસની કાર્રવાઈ સમયે આરોપી એડમન બની ગયો, જેના કારણે તેની વિરૂદ્ધ કાર્રવાઈ કરવામાં આવી.

4

રાજગઢના તાલેન વિસ્તારના રહેવાસી અને બીએસસીના વિદ્યાર્થી જુનૈદ ખાનની 14 ફેબ્રુારીના રોજ ધરપકડ કરી તેની વિરૂદ્ધ આઈટી એક્ટની સાથે જ દેશદોર્હ અંતર્ગત પણ કેસ નોંધવામાં આવ્યો હતો. તે એક વોટ્સએપ ગ્રુપનો સભ્યો હતો, જેના એડમિન ઇમરાને આપત્તિજનક મેસેજ ફોરવર્ડ કર્યો હતો. સ્થાનીક લોકોએ ઇરફાન તથા ગ્રુપ એડમિન વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • WhatsApp મેસેજઃ 5 મહિનાથી જેલમાં બંધ છે એડમિન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.