અફવાઓને લઈને WhatsAppને સરકારની નોટિસ, કંપનીએ કહ્યું- ફેક ન્યૂઝ રોકવા નવું ફિચર લાવીશું
સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ફેક ન્યૂઝને લઈને વ્હોટ્સએપને નોટિસ મોકલી દીધી છે. તેમણે કહ્યું લિંચિંગ જેવી ઘટનાઓમાં વ્હોટ્સએપ દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં ખૂબજ ઉક્સાવનું કામ કર્યું છે. વ્હોટ્સએપે તેના માટે જવાબદાર અને સવાધાન રહેવાનું છે, પોતાના પ્લેટફોર્મ પ્રતિ જવાબદાર રહેવાનું છે. તેઓ એવું નથી કહી શકતા કે અમે તો પ્લેટર્ફોર્મ બનાવ્યું છે અમે શું કરીએ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: વ્હોટ્સએપ પર ફેલાઈ રહેલી અફાવાઓના કારણે મોબ લિંચિંગની ઘટનાઓ ખૂબજ ઝડપી વધી રહી છે. છેલ્લા ચાર મહિનામાં 29 મૉબ લિંચિંગની ઘટનાઓ સામે આવી છે. જેમાં બાળકો ચોરી જવાની અફવાઓએ સૌથી વધુ લોકોની જીવ લીધા છે. અફવાઓના કારણે એક વર્ષમાં દસ અલગ અલગ રાજ્યોમાં 31 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સમગ્ર મામલે હવે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે વ્હોટ્સએપને મંગળવારે નોટિસ મોકલી હતી જેના જવાબમાં વ્હોટ્સએપે જલ્દીજ નવું ફિચર લાવવાનું આશ્વાસન આપ્યું છે.
આ અંગે વ્હોટ્સએપે કેલિફોર્નિયાથી જવાબ આપ્યો છે અને વિશ્વાસ અપાવ્યો છે કે તે સાવધાની માટે નવા ફિચર લાવશે જેથી વાંચ્યા વગરના મેસેજ ફોરવર્ડિંગને ચેક કરી શકાય અને ભડકાઉ મેસેજને રોકી શકાય. વ્હોટ્સએપ પર ખોટી જાણકારી ફેલાવી લોકોને ખોટી સૂચના આપવામાં આવી રહી છે. આજ કારણ છે કે સરકાર મેસેજિંગ એપને આડે હાથ લઈ રહી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -