વાજપેયીજીએ હળવી શૈલીમાં લખેલું: યહાં ભી એક બારાત ચઢ રહી હૈ ઔર અડવાણી જી ઉસ મેં દુલ્હા હૈં...
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધનના સમાચાર સાંભળીને એડિશનલ સોલિસિટર શ્યામ સુંદર લાદરેચા પણ શોકમાં ગરકાવ છે. લાદરેચાએ જણાવ્યું કે, તે આરએસએસ સાથે જોડાયા ત્યારથી અટલ બિહારી વાજપેયીના સંપર્કમાં હતા. દેશમાં ભાજપની સરકાર બનાવવાનું સપનું અટલ બિહારી વાજપેયીના જીવનમાં એક જનૂનની જેમ હતું, જેને તેમણે પોતાના જીવનમાં જ પૂરું કરીને બતાવ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાત એમ છે કે, એડિશનલ સોલિસિટર શ્યામ સુંદર લાદરેચાના વર્ષ 1991માં લગ્ન થયા હતા. ત્યારે તેમણે પૂર્વ પ્રધાનમંત્રી અને તત્કાલીન સાંસદ અટલ બિહારી વાજપેયીને પત્ર લખીને પોતાના લગ્નમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું. તેના પર અટલ બિહારી વાજપેયીએ પોતાના કવિ હૃદયથી જે જવાબ આપ્યો તેમાં તેમની અટલ ઇચ્છા જોવા મળી હતી. તેમણે શ્યામ સુંદર લાદરેચાને પત્રમાં લખ્યું કે, ‘અહીં પણ એક વરખોડો નીકળવાનો છે, જેમાં આડવાણી વરરાજા છે અને તેમના દિલ્હી સરકાર સાથે લગ્ન કરીને લાવવાના છે.’
નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી અલટ બિહારી વાજપેયીના નિધનના અહેવાલથી સમગ્ર દેશમા શોકમાં ડૂબ્યો છે. વાજપેયીની દૃઢ ઇચ્છા શક્તિ કોઈથી છુપાયેલી નથી. રાજસ્થાન હાઈકોર્ટના એડિશનલ સોલિસિટર શ્યામ સુંદર લાદરેચા પણ અટલજીને તેના હાજર જવાબી માટે યાદ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, 1991માં લખેલ પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીને એક પત્રમાં તેમની અટલ ઇચ્છાશક્તિની છાપ સ્પષ્ટ જોવા મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -