ઉત્તર પ્રેદશની ચૂંટણીમાં મોદીએ કોને ગણાવ્યા 'કટપ્પા', જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણ દમિયાન ઉત્તરપ્રદેશમાં ભાજપને પૂર્ણ બહુમત મળવાની વાત ઉચ્ચારી હતી. જોકે પીએમ મોદીએ એ વાત ઉપર પણ ભાર મુક્યો હતો કે, ભાજપને પૂર્ણ બહુમત મળશે તો પણ ભાજપ તેના સાથી પક્ષોનું પુરું ધ્યાન રાખશે અને દરેકને સાથે લઈને ચાલશે.
આપને જણાવી દીએ કે, પૂર્વાંચલમાં રાજભરની પાર્ટીનો પ્રભાવ મઉ, બલિયા, ગાઝીપુર, ચંદૌલી, વારાણસી, મિર્ઝાપુર, દેવરીયા, આઝમગઢ, આંબેડકરનગર, ગોરખપુર, કુશીનગર, સોનભદ્ર સહિત અનેક વિસ્તારોમાં છે. ભાજપાએ ખાસ પૂર્વાંચલને ધ્યાનમાં રાખીને ઓમપ્રકાશ રાજભરની પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. જે અંતર્ગત તેને 9 બેઠક ફાળવવામાં આવી છે.
સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતીય સમાજ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન લાકડી લઈને મંચ પર ઉભેલા ઓમપ્રકાશ રાજભર તરફ ઈશારો કરતા કહ્યું કે, એક ફિલ્મ આવી હતી બાહુબલી. જેમાં કટપ્પા નામનું પાત્ર હતું. કટપ્પાએ બાહુબલીને બર્બાદ કર્યો હતો, આ લાકડીવાળામાં (ઓમપ્રકાશ રાજભર) પણ આ દમ છે. આ લાકડી નહીં પણ કાયદાનો દંડ છે, જેની તાકાત 11 માર્ચે જોવા મળશે.
પીએમ મોદીએ બાહુબલી અને કટપ્પાનો ઉલ્લેખ ઉત્તરપ્રદેશના પૂર્વાંચલમાં ભાજપની સહયોગી અને ઓમપ્રકાશ રાજભરની પાર્ટી ભારતીય સમાજ પાર્ટીની તાકાતનો ઉલ્લેખ કરવા માટે કર્યો હતો.
મઉઃ ઉત્તર પ્રેદશમાં જેમ જેમ ચૂંટણી આગળ વધી રહી છે, રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર વધુ રસપ્રદ થતો જાય છે. આરોપ-પ્રત્યારોપનો સિલસિલો સતત ચાલુ છે. હવે ફિલ્મના કેરેક્ટરના નામનો પણ ઉપયોગ પ્રચારમાં થઈ રહ્યો છે. સોમવારે પ્રધાનમંત્રી મોદીએ મઉ રેલીમાં સુપરહિટ ફિલ્મ બાહુબલીના ચર્ચિત કેરેક્ટર કટપ્પાનું નામ લીધું હતું.