ભાજપ સાંસદનો ખુલાસો, નેતાઓની સંપત્તિનો મુદ્દો ઉઠાવ્યો તો PMOમાંથી આવ્યો ફોન
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ, સુલ્તાનપુરથી સાંસદ વરુણ ગાંધીએ હરિયાણાની ભિવાની આદર્શ મહિલા કોલેજમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, તેઓ વારંવાર સાંસદોના પગારમાં વધારો અને સંપત્તિ જાહેર નહીં કરવાને લઈ અવાજ ઉઠાવતા રહે છે. દરેક વર્ગના કર્મચારીને તેની મહેનત અને ઇમાનદારીના હિસાબે પગાર વધારો મળે છે. જ્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે પીએમઓથી ફોન આવ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે એમ પણ કહ્યું કે, તે વડાપ્રધાનના પણ આભારી છે. કારણકે તેમણે આ મુદ્દે પગલું ભર્યું છે. હવે સાંસદોનો પગાર સંસદીય સમિતિ નક્કી કરશે. દેશમાં વધી રહેલા ભ્રષ્ટાચારને લઈ કહ્યું કે, જ્યાં સુધી પારદર્શિતા નહીં આવે ત્યાં સુધી તેના પર રોક નહીં લાગે.
નવી દિલ્હીઃ ભાજપ સાંસદ વરુણ ગાંધી વાંરવાર પાર્ટીથી ઉપર જઈને આપતાં નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. આ પહેલા તેઓ રોહિંગ્યા તો ક્યારેક ગગડતા રૂપિયાને લઈ મોદી સરકાર પર સવાલ ઉઠાવી ચુક્યા છે. તેમણે એક કાર્યક્રમમાં મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે તેમણે સાંસદોના પગાર વધારા અને સંપત્તિનો ખુલાસો નહીં કરવાને લઈ સવાલ ઉઠાવ્યો તેમના પર વડાપ્રધાન કાર્યાલય (PMO)માંથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તમે અમારી મુશ્કેલી કેમ વધારી રહ્યા છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -