કયા-કયા દિગ્ગજ ક્રિકેટરો કુંભમેળાના સંગમમાં જઈને ડૂબકી લગાવશે? જાણો તેમના નામ
આ ઉપરાંત ગૌતમ ગંભીર, આશિષ નેહરા, હરભજનસિંહ પણ કુંભમેળામાં આવે તેવી શક્યતા છે. પ્રયાગરાજમાં રહેતા પૂર્વ ભારતીય બેટ્સમેન મોહમદ કૈફે પણ ક્રિકેટરોને કુંભમેળામાં આવવાનું આમંત્રણ આપ્યું છે.
તેઓ ભારતીય સંસ્કૃતિના આ પૌરાણિક સનાતન સમાગમને ફક્ત નજીકથી જ જોશે નહીં પરંતુ સમગ્ર દુનિયામાં કુંભનો એક સંદેશ લઈને જશે. ગંગા સેના શિબિર સમન્વયક શરદ મિશ્રે જણાવ્યું કે, અત્યાર સુધી અડધા ડઝન ભારતીય ક્રિકેટરોએ કુંભ આવવા માટે મારો સંપર્ક કર્યો છે તેમાં ભારતીય ખેલાડી યુવરાજસિંહ, સુરેશ રૈના, આશિષ નેહરા, મોહમદ કૈફ, દેવાશિષ મોહંતી સામેલ છે.
સંગમનગરીમાં ક્રિકેટરોનો જમાવડો મળવાનો છે. કુંભનગરીમાં વસંતપંચમી પર દિગ્ગજ ભારતીય ક્રિકેટરો સંગમમાં જોવા મળશે. ગંગા સેના શિબિરના અધ્યક્ષ યોગગુરુ સ્વામી આનંદગિરિના જણાવ્યા પ્રમાણે ઘણાં ક્રિકેટરોએ ફોન કરીને જણાવ્યું છે કે તેઓ પરિવાર સાથે આવીને સ્નાન કરશે.
ભારતના દિગ્ગજ ક્રિકેટરો કુંભમેળામાં સામેલ થવા માટે સંગમનગરી જવાના છે. કુંભનગરીમાં વસંતપંચમી પર દિગ્ગજ ખેલાડીઓ સંગમ પર નજરે પડે તેવી શક્યતા છે. અહીં ક્રિકેટરો તેમના પરિવાર સાથે સ્નાન કરશે. આ સાથે દેશના 13 અખાડાના શાહી સ્નાનને જોવાનો લ્હાવો પણ લેશે.