ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્યોને બેંગલોર લઈ જનાર શિવકુમાર કોણ છે? શું છે તેનો બિઝનેસ?
ડીકે શિવકુમાર વર્ષ 2013માં કનાકપુરા સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને 1 લાખ કરતાં વધારે મતથી જીત્યા હતા. તે કર્ણાટક વિધાનસભામાં ધનાઢ્ય ધારાસભ્યોમાંથી એક છે. વર્ષ 2008માં તેમની સંપત્તી 176 કરોડ રૂપિયા દર્શાવી હતી જે વર્ષ 2013માં વધીને 251 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. ડીકે શિવકુમાર દાવાનમ કન્સ્ટ્રક્શન પ્રા. લિ.ના માલિક પણ છે. જેની સ્થાપના વર્ષ 2000માં કરવામાં આવી હતી.
બેંગલુરુને ડીકે બ્રધર્સ એટલે કે ડીકે શિવકુમાર અને ડીકે સુરેશનો ગઢ ગણવામાં આવે છે. ડીકે શિવકુમાર કર્ણાટક સરકારમાં ઉર્જા મંત્રી છે, જ્યારે ડીકે શુરેશ બેંગલુરુ ગ્રાણીસ સીટથી સાંસદ છે. ખૂબ જ પાવરફૂલ ગણાતા શિવકુમારને અનેક રાજનીતિક જાણકાર મુખ્યમંત્રી પદના દાવેદાર પણ ગણે છે. વિતેલી ચૂંટણીમાં તેમણે પોતાના સોગંદનામામાં 250 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ હોવાની વાત જાહેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણી પહેલા 40 ધારાસભ્યો તૂટતા બચાવવાના ભાગ રૂપે કોંગ્રેસ ધારાસભ્યોને બેંગલુરુના આ ઇગ્લટન રિસોર્ટમાં શિફ્ટ કર્યા હતા. રાજ્યસભાની ચૂંટણી સુધી હાઈકમાન્ડને સૌથી સુરક્ષિત જગ્યા તરીકે બેંગુલુર જ નજરમાં આવ્યું. અહીં માત્ર સત્તામાં હોવાથી પાર્ટીએ તેની પસંદગી નથી કરી પરંતુ અહીં પાર્ટીના સંકટમોચક તરીકે ઓળખાતા ડીકે બ્રધર્સ હોવાનું પણ કહેવાય છે.
નવી દિલ્હીઃ કર્માટકની રાજધાની બેંગલુરુના જે રિસોર્ટમાં ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય રોકાયા છે ત્યાં આજે સવારે આવકવેરા વિભાગે રેડ પાડી છે. આવકવેરા વિભાગે કર્ણાટકના ઉર્જા મંત્રી ડીકે શિવકુમારના ઘરે પણ રેડ પાડી છે. જોકે આવકવેરા વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે, તેમની ટીમ ઇગલ્ટન ગોલ્ફ રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્ય રોકાયા છે એટલા માટે ત્યાં નથી ગઈ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આવકવેરા વિભાગની ટીમ મંત્રી શિવકુમારના 39 સ્થળ પર દરોડા પાડવા ગઈ છે. ઇગલ્ટન રિસોર્ટ પણ તેનો જ એક ભાગ છે માટે ટીમ ત્યાં ગઈ છે.