નરેન્દ્ર મોદીને પછાડવા વિપક્ષો ક્યા વિદેશી ધુરંધરને શરણે ગયા, જાણો વિગતો
મેક અમેરિકા ગ્રેટ અગેન જેવા અભિયાનથી આ કંપની જાણીતી થઇ હતી. આ કંપની અત્યાર સુધીમાં વિશ્વભરમાં ૪૦થી વધુ ચૂંટણીઓમાં સામેલ થઇ છે. અત્રે એ નોંધનીય છે કે મોદીના નેતૃત્વવાળા એનડીએના મુકાબલા માટે વિપક્ષ તમામ પ્રકારની રીત અજમાવી રહ્યુ છે. બધા પક્ષોએ આ માટે એક મંચથી ચૂંટણી લડવાની પહેલ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંબરીશે જણાવ્યુ છે કે એલેકજાન્ડર આવી રહ્યા છે તેઓ ૩ દિવસમાં અનેક નેતાઓને મળશે. તેઓ ભારતને પોલીટીકલ મેનેજમેન્ટ માટે એક મોટા બજારના સ્વરૂપમાં નિહાળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, એલેકજાન્ડર રાહુલ ગાંધીને બદલે પ્રિયંકા ગાંધીને મળશે. આ બાબત સુચક છે અને સંકેત આપે છે કે પ્રિયંકા ર૦૧૯ પહેલા સક્રિય રાજનીતિમાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિપક્ષ જો સાથે મળીને ચૂંટણી લડે તો ચૂંટણી અભિયાન પણ સંયુકત રહેશે. આ રણનીતિ હેઠળ એલેકઝાન્ડરના નામની પસંદગી કરવામાં આવી છે. અમેરિકાની ચૂંટણી વખતે તેમની ટીમમાં ભારતથી અંબરીશ ત્યાગી પણ સામેલ હતા તેઓ જેડીયુના નેતા કે.સી.ત્યાગીના પુત્ર છે.
આ સંભાવનાને સાકાર કરવા કંપનીના ફાઉન્ડર એલેકઝાન્ડર ૧૯ થી ર૧ જુલાઇ સુધી ૩ દિવસ ભારતની મુલાકાત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બિહારના સીએમ નીતિશકુમાર, પ્રિયંકા ગાંધી, શરદ પવાર, અખિલેશ યાદવ સહિત વિપક્ષ અનેક નેતાઓને મળશે.
ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પ્રવેશવામાં સફળ રહ્યા. આની પાછળ એક પોલીટીકલ મેનેજમેન્ટ ટીમની મહત્વની ભુમિકા હતી. દુનિયાના અનેક દેશોમાં આ પ્રકારના ચોંકાવનારા પરિણામો આપનારી આ કેબ્રીજ એનલીટીકસ કંપની હવે ભારતમાં આવવા તૈયાર છે. આ કંપની ર૦૧૯ની ચૂંટણીમાં પીએમ મોદી વિરૂધ્ધ બનનારા સંભવિત મહાગઠબંધન માટે કામ કરશે.
નવી દિલ્હીઃ અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે કામ કરનારી પોલિટિકલ મેનેજમેન્ટ ટીમ ટૂંકમાં જ ભારતમાં પણ પોતાના કામની શરૂઆત કરી શકે છે. સૂત્રોનું માનીએ તો વિશ્વની લીડિંગ પોલિટિકલ મેનેજમેન્ટ ટીમ 2019માં મોદીની આગેવાનીવાળી એનડીએની જગ્યાએ વિપક્ષ માટે રણનીતિ બનાવવા માટે કામ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -